અમદાવાદ-વડોદરા એક્સ્પ્રેસ વે પર ત્રિપલ અકસ્માતમાં 10ને ઇજા; ટ્રકે પાછળથી ટક્કર મારતા લક્ઝરી બસ આગળના ટેન્કરમાં ઘૂસી

ટ્રક, બસ અને ટેન્કર વચ્ચે થયેલા આ અકસ્માતના પગલે થોડો સમય એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવ સ્થળે પહોંચેલી ટીમો દ્વારા ત્રણેય વાહનોને રોડ પરથી દૂર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 13 Nov 2026 11:08 AM (IST)Updated: Fri, 13 Nov 2026 11:08 AM (IST)
ahmedabadvadodara-expressway-triple-accident-10-injured-after-truck-hits-luxury-bus

Ahmedabad-Vadodara Expressway Accident: આણંદ નજીક ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે. આજે વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સ્પ્રેસ વે પર ટ્રેક પાછળથી ટક્કર મારતા સુરતથી અંબાજી તરફ જઇ રહેલી લક્ઝરી બસ આગળ જઇ રહેલા ટેન્કરમાં ઘૂસી ગઇ હતી. અકસ્માતના આ બનાવમાં બસમાં સવાર 10 મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અક્માતની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ત્રિપલ અકસ્માત થયો

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતથી અંબાજી તરફ જઇ રહેલી એક ખાનગી લક્ઝરી બસ આજે વહેલી સવારે વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ વે પરથી પસાર થઇ રહી હતી. આ બસ આણંદ નજીક પહોંચી એ સમયે હેવી મશીન ભરીને આવી રહેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. ટ્રકે પાછળથી ટક્કર મારતા લક્ઝરી બસ આગળ જઇ રહેલા ટેન્કરના પાછળના ભાગે ઘૂસી ગઇ હતી.

અકસ્માતના પગલે મુસાફરો બસમાં ફસાયા

ત્રિપલ અકસ્માતના આ બનાવમાં બસમાં સવાર 10 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. જોકે સદનસિબે કોઇ જાનહાનિ થવા પામી નથી. અકસ્માતના પગલે મુસાફરોમાં અફરા-તફરી મચી હતી. અકસ્માત થયો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, આણંદ ફાયર વિભાગની ટીમ તથા એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કાર્યવાહી કરાઇ હતી.

ત્રિપલ અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો

ટ્રક, બસ અને ટેન્કર વચ્ચે થયેલા આ અકસ્માતના પગલે થોડો સમય એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવ સ્થળે પહોંચેલી ટીમો દ્વારા ત્રણેય વાહનોને રોડ પરથી દૂર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.