Gujarat Rains: અમરેલીના કુંકાવાવ વાડિયા તાલુકામાં મેઘમહેર, જાણો કેટલો વરસાદ થયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત અમરેલીના કુકાવાવ વાડિયા તાલુકામાં વરસાદ થયો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 23 May 2025 09:45 AM (IST)Updated: Fri, 23 May 2025 09:45 AM (IST)
weather-update-heavy-rain-in-amreli-district-kunkavav-vadia

Amreli Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા અઠવાડિયાથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં સાઈક્લોન ડિપ ડિપ્રેશનમાં બદલાયું છે. જેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત અમરેલીના કુંકાવાવ વાડિયા તાલુકામાં વરસાદ થયો છે.

ગઈકાલે વહેલી સવારથી અમરેલીના કુંકાવાવ વાડિયા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની જેમ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. આ સાથે જ ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થયું છે.

ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…

  • કુંકાવાવ વાડિયા તાલુકામાં 1.89 ઈંચ વરસાદ.