Amreli Accident: રાજુલા નજીક હિંડોરણા રોડ પાસે ગમખ્વાર અકસ્માત, ST બસ- કાર અને બાઈક એક બીજા સાથે અથડાતા ત્રણનાં મોત

રાજુલા-જાફરાબાદ રૂટની એક એસટી બસ, એક સ્વિફ્ટ કાર અને એક બાઈક વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોનાં કરુણ મૃત્યુ થયા છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 14 May 2025 03:51 PM (IST)Updated: Wed, 14 May 2025 03:51 PM (IST)
three-killed-in-tragic-accident-near-hindorana-road-rajula-st-bus-car-bike-collide

Amreli Accident: અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક હિંડોરણા રોડ પાસે મીરા દાતાર દરગાહ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજુલા-જાફરાબાદ રૂટની એક એસટી બસ, એક સ્વિફ્ટ કાર અને એક બાઈક વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોનાં કરુણ મૃત્યુ થયા છે.

આ દુર્ઘટનામાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ તપાસમાં આ મૃતકો પાદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ દીવ તરફથી રાજુલા તરફ આવી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્વિફ્ટ કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જે દુર્ઘટનાની તીવ્રતાનો અંદાજ આપે છે.

અકસ્માતની જાણ થતાં જ રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત કયા કારણોસર થયો તે અંગે તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાઈવે પર અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક હિંડોરણા રોડ પાસે મીરા દાતાર દરગાહ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજુલા-જાફરાબાદ રૂટની એક એસટી બસ, એક સ્વિફ્ટ કાર અને એક બાઈક વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોનાં કરુણ મૃત્યુ થયા છે.