Amreli: અમરેલી જિલ્લાના બાબરામાં અનોખા લગ્નએ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં વરરાજાએ લગ્નમાં પોતાના સ્વર્ગસ્થ દાદા-દાદીની હાજરીનો આગ્રહ રાખતા આખરે તેમની પ્રતિમા ઉભી કરીને શુભ પ્રસંગમાં તેમની હયાતીનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો.
મોટાભાગે લગ્ન પ્રસંગમાં લોકો યાદગીરી રૂપે પોતાના સ્વજનોની તસવીરો સાથે રાખતા હયો છે. જો કે અહીં તો વરરાજા નિકુંજ રાજપોપટની ઈચ્છા હતી કે, પોતાના લગ્ન પ્રસંગમાં સ્વર્ગસ્થ દાદા-દાદીની ગેરહાજરી ના વર્તાય અને તેઓ હયાત હોય તેવો અનુભવ થવો જોઈએ.
આ અંગે વિગતો આપતાં વરરાજા નિંકુજ રાજપોપટના પિતા હસુભાઈએ જણાવ્યું કે, મારા દીકરાની ઈચ્છા હતી કે, તેના બા-દાદાની હયાતીમાં જ તેના લગ્ન થઈ જાય. જો કે અચાનક બા-દાદાએ વિદાય લઈ લીધી. આથી લગ્ન પ્રસંગમાં તેમના સ્ટેચ્યૂ બનાવીને લગ્ન પ્રસંગમાં તેમની હાજરી ઉભી કરવામાં આવી હતી.
આટલું જ નહીં, રાજપોપટ પરિવાર દ્વારા જૂનવાણી પરંપરા અનુસાર, બળદગાડા અને ટ્રેક્ટરમાં જાન જોડવામાં આવી હતી. આમ આ લગ્ન પ્રસંગ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
