Amreli: જાફરાબાદના ખાલસા કંથારીયા ગામે માતાની નજર સામે જ સિંહણ બાળકીને ખેંચી ગઈ, જંગલમાંથી માત્ર એક પગ જ મળ્યો

ધારાસભ્ય હીરા સોલંકી અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી. નરભક્ષી સિંહણને પકડવા ક્વાયત શરૂં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 04 Nov 2024 10:08 PM (IST)Updated: Mon, 04 Nov 2024 10:08 PM (IST)
amreli-news-lion-attack-on-girl-in-front-of-her-mother-at-jafarabad
HIGHLIGHTS
  • માતા સાથે વાડીથી પરત ફરી રહેલી કીર્તિ પર સિંહણે હુમલો કર્યો

Amreli: સૌરાષ્ટ્રમાં જંગલ વિસ્તારને અડીને આવેલ માનવ વસ્તીમાં અવારનવાર સિંહોના હુમલાના બનાવો સામે આવતા રહે છે. જો કે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સિંહોનો આતંક સામે આવ્યો છે. જેમાં અહીંના ખાલસા કંથારીયા ગામે માતાની નજર સામે જ સિંહણે બાળકી પર હુમલો કરીને તેને ખેતરમાં ખેંચી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખાલસા કંથારીયા ગામમાં રહેતી મહિલા પોતાની બાળકી કીર્તિ ધાપા (ઉં.વ. 7)ને લઈને વાડીથી પરત ફરી રહી હતી. આ સમયે અચાનક સિંહણે બાળકી પર હુમલો કર્યો હતો. માતાની નજર સામે જ સિંહણ બાળકીને ઉપાડીને ખેતરમાં ખેંચી ગઈ હતી.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિકો ઉપરાંત વન વિભાગની ટીમ અને ધારાસભ્ય હીરા સોલંકી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં ખેતરમાં તપાસ કરતાં બાળકીના પગના અવશેષો મળી આવ્યા હતા.

હાલ તો વન વિભાગ દ્વારા નરભક્ષી સિંહણને પકડવા તપાસ આરંભી દેવાઈ છે. જ્યારે બાળકીના બાકીના અવશેષો પણ શોધવામાં આવી રહ્યા છે.