Amreli: અમરેલીના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરબોમ્બને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવામાં પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા મુદ્દે અમરેલીના રાજકમલ ચોકમાં 'અસલી પત્રની ચર્ચાનો ચોરો' નામે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ધાનાણીએ કૌશિક વેકરિયાને પણ આમંત્રણ આપીને પોતાના પર લાગેલા આરોપ પર સ્પષ્ટતા કરવા જણાવ્યું હતુ.
'ચર્ચાના ચોરો'ને લઈને પ્રતાપ દૂધાત, વીરજી ઠુમ્મર, જેની ઠુમ્મર સહિત કોંગ્રેસના નેતાઓ રાજકમલ ચોક પહોંચ્યા હતા. આ સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોતાના સંબોધનમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે, મેં કૌશિક વેકરિયાને ગઈકાલે જ જાહેર આમંત્રણ આપ્યું હતુ. જેમાં ભાજપના આગેવાન, કાર્યકરોએ પાર્ટીના નેતૃત્વ વિરુદ્ધ તમારી (કૌશિક વેકરિયા) ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ કરી છે. તેની ચર્ચા કરવા તમે ઉપસ્થિત રહો.
તમારી છત્રછાયા નીચે અમરેલીના ગામેગામ દારૂની હાટડીઓ ખુલી ગઈ છે. પોલીસ હપ્તા ઉઘરાવે તે તો સાંભળ્યું, પણ પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? શેત્રુંજી નદીની રેતીમાં સરકારને રોયલ્ટી મળે અને અમરેલી જિલ્લાના ગરીબ માણસના ઘરના ઘરનું સપનુ સાકાર થાય, તે માટે અમે વારંવાર વિનંતી કરી છે.જો કે શેત્રુંજી નદીમાં ખનન માફિયા કોની છત્રછાયા હેઠળ ફૂલ્યા-ફાલ્યા છે, તેનો સવાલ ભાજપના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો. કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે?
જીવરાજ મહેતાની જન્મભૂમિ અને કર્મભૂમી એવા અમરેલીના ઈતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો. તમારા રાજમાં કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો? કૌશિકભાઈ નિર્દોશ દીકરીને કોના ઈશારે પાટે સૂવડાવીને પગમાં પટ્ટા માર્યા. તે અમરેલીની જનતાના મનમાં સવાલ છે. જો તમે આ મંચ ઉપર તમારી ઉપર લાગેલા આરોપ ખોટા સાબિત કરી દેશો, તો રાજકીય અને સામાજિક કાર્યકર તરીકે આ મંચ પરથી હું તમારી માફી માંગતા શરમ નહીં અનુભવું.
ક્યા 7 મુદ્દાને લઈને કૌશિક વેકરિયાને પ્રશ્નો પૂછાયા?
ગામે-ગામ દારૂની હાટડીઓ કોણે ખોલાવી છે
પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે
શેત્રુંજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે
કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કબજો કોણે લીધો છે
ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે
ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે
પરેશ ધાનાણી 24 કલાકના ઉપવાસ કરશે
જ્યારે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, અમરેલીમાં બનાવ બન્યો, તેને લઈને પહેલી તારીખે સવારે 9 કલાકે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં અમારા જિલ્લામાં નાદાન દીકરીનો
વરઘોડો કાઢ્યો અને રાતે 12 કલાકે ઉઠાવી કસ્ટડીમાં રાખી તેની ફરિયાદ કરી હતી.
