Amreli: ખાંભામાં આડાસબંધમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

પતિને 10 દિવસ પહેલા જ પત્નીના આડાસબંધની જાણ થતાં તેણે તેના પ્રેમી સાથે ઝઘડો કરીને ગામની બહાર કાઢી મૂક્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Sep 2025 07:13 PM (IST)Updated: Sun, 14 Sep 2025 07:13 PM (IST)
amreli-news-husband-killed-by-wife-lover-in-khambha-police-held-3-accused
HIGHLIGHTS
  • ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામનો ચકચારી બનાવ
  • ખાંભા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

Amreli: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા નવા માલકનેશ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકની તેની પત્નીના આડા સંબંધોને લઈને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ મામલામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક યુવક મેહુલની પત્નીને ગામમાં રહેતા અલ્પેશ બારૈયા નામના યુવક સાથે પ્રેમસબંધ હતો. મેહુલને 10 દિવસ પહેલા જ પત્નીના આડાસબંધની જાણ થતાં તેણે અલ્પેશ સાથે ઝઘડો કરીને તેને ગામમાંથી કાઢી મૂક્યો હતો.

આ બાબતનો ખાર રાખીની અલ્પેશ આજે તેના બે અન્ય મિત્રો ગોપાલ બારૈયા અને હિતેસ સાથે મેહુલની પાસે આવ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલો અલ્પેશ છરી લઈને મેહુલ પર તૂટી પડ્યો હતો. મેહુલના શરીર પર છરીના 10 જેટલા ઘા ઝીંકી દેતા તે લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતુ.

મેહુલની હત્યા બાદ ગોપાલ બારૈયા અલ્પેશ અને હિતેશને પોતાના બાઈક પર ગામની બહાર ડુંગરની વચ્ચે મૂકી આવ્યો હતો. જો કે આ બાબતની જાણ થતાં ખાંભા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.