Amreli: જાફરાબાદના ટીંબી નેશનલ હાઈવે પર એકસાથે 12 સિંહોનું કેટ વૉક કેમેરામાં કેદ, વાહન ચાલકો સ્તબ્ધ, જુઓ VIDEO

મોડી રાતના અંધારામાં 8 સિંહ બાળ અને 4 સિંહણ સાથેનું ટોળું નેશનલ હાઈવે પર બિન્દાસ્ત લટાર મારવા નીકળ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 05 Jul 2025 06:29 PM (IST)Updated: Sat, 05 Jul 2025 06:29 PM (IST)
amreli-news-12-asitic-lion-cat-walk-on-jafarabad-highway-video-viral
HIGHLIGHTS
  • સિંહનું ટોળું રોડ ક્રોસ કરતાં હાઈવે પર વાહન વ્યવહાર થંભી ગયો

Amreli: ગીરના જંગલમાં સિંહોના ટોળા ભાગ્યે જ જોવા મળે તેવી માન્યતા ફરી એકવાર ખોટી પુરવાર થઈ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા ટીંબી નેશનલ હાઈવે પર એક સાથે 12 સિંહોનું એક મોટું ટોળું રોડ ક્રોસ કરતું જોવા મળ્યું હતું, જેને જોઈને વાહનચાલકો થંભી ગયા હતા

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા જાફરાબાદના ટીંબી વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક અદભુત અને ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. રાત્રિના સમયે 8 જેટલા સિંહબાળ સાથે ૪ સિંહણનું એક વિશાળ ટોળું નેશનલ હાઈવે પર લટાર મારી રહ્યું હતું. આ સિંહોનું ટોળું એક સાથે રોડ ક્રોસ કરી રહ્યું હતું, જેને કારણે હાઈવે પર વાહનવ્યવહાર થંભી ગયો હતો.

આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકો ભયભીત થઈ ગયા હતા, પરંતુ સાથે જ કુદરતના આ અદભુત નજારાને જોઈને આશ્ચર્યચકિત પણ થઈ ગયા હતા. એક ડઝન જેટલા સિંહોનું એકીસાથે રોડ ક્રોસ કરવું એ એક દુર્લભ ઘટના માનવામાં આવે છે.