Amreli: અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના એક ગામમાં પરિણીતાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગામનો જ એક યુવક સમી સાંજે પરિણીતાના ઘરમાં ઘૂસીને તેનો હાથ પકડી લીધો હતો. જો કે બૂમાબૂમ થતાં યુવક ભાગી છૂટ્યો હતો.
આ મામલે કુકાવાવ તાલુકાના એક ગામમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ વડિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજના સમયે તે પોતાના ઘરમાં કામકાજ કરી રહી હતી. આ સમયે તેના જ ગામમાં રહેતો મધુભાઈ વાડોદરિયા વંડી ઠેકીને પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો.
પરિણીતા કંઈ સમજે તે પહેલા જ મધુએ તેનો હાથ પકડીને 'તું મને બહું ગમે છે' કહી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિણીતાએ બૂમાબૂમ કરતાં માધુ ભાગી છૂટ્યો હતો.
હાલ તો આ મામલે વાડિયા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે માધુ વડોદરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
