અમરેલીમાં AAPની આંધીઃ બગસરામાં ભાજપના ગઢમાં ગાબડું, ઈતિહાસમાં પ્રથમવાર તાલુકા પંચાયતમાં 'ઝાડુ' ફરી વળ્યું

ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડીયાના મતવિસ્તારમાં આપની આ જીત ભાજપ માટે ચિંતાનો વિષય બની છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 06:39 PM (IST)Updated: Tue, 28 Apr 2026 06:39 PM (IST)
aap-creates-history-in-gujarat-wins-bagsara-taluka-panchayat-in-amreli
HIGHLIGHTS
  • બગસરા તાલુકા પંચાયતની 16માંથી 9 બેઠકો પર આપનો વિજય

Gujarat Local Body Results 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામોમાં આજે સૌથી મોટો ચમત્કાર અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે. વર્ષોથી ભાજપ અને કોંગ્રેસના દબદબા વચ્ચે આમ આદમી પાર્ટીએ બગસરા તાલુકા પંચાયત પર કબજો કરી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં નવું પ્રકરણ લખ્યું છે.

રાજ્યમાં પ્રથમવાર કોઈ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી થતા ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા

16 માંથી 9 બેઠકો પર 'આપ'નો વિજય
વિસાવદરની સરહદે આવેલા અને રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા બગસરા તાલુકામાં આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. આમ આદમી પાર્ટી 9 ભાજપ અને અન્ય 7 બેઠકો પર વિજય થયો છે.

આ પરિણામો સાથે હવે બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રથમવાર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ બિરાજશે. ખાસ કરીને ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડીયાના મતવિસ્તારમાં આપની આ જીત ભાજપ માટે ચિંતાનો વિષય બની છે.ગુજરાતમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીએ કોઈ તાલુકા પંચાયત સ્તરે સત્તા હાંસલ કરી છે.