રાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર 'કમળ' ખીલ્યું, મોવિયા બેઠક પર પૂર્વ ઉપપ્રમુખ રાજેશ ડાંગરને હરાવી 'આપ'ની એન્ટ્રી

રાજુ ડાંગરની હાર ભાજપ માટે મોટો ફટકો, કારણ કે પૂર્વ ઉપપ્રમુખ મોવિયા બેઠક પર સારું પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ AAPના ઉમેદવારે તેઓને મહાત આપતા રાજકારણ ગરમાયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 06:26 PM (IST)Updated: Tue, 28 Apr 2026 06:26 PM (IST)
rajkot-panchayat-polls-2026-bjp-wins-34-of-36-seats-aap-opens-account
HIGHLIGHTS
  • જિલ્લા પંચાયતની કોલકી બેઠક પર કોંગ્રેસે બાજી મારી
  • જામકંડોરણા બેઠક પર ભાજપના પુષ્પાબેન રાદડિયા જીત્યા

Rajkot Panchayat Polls 2026: રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે 36 બેઠકોમાંથી ભાજપે 34 પર કબજો કર્યો છે. જ્યારે બે બેઠકોમાંથી એક કોંગ્રેસ અને એક આમ આદમી પાર્ટી જીતી છે. એટલે કહી શકાય કે આમ આદમી પાર્ટી એ પ્રથમ વખત જિલ્લા પંચાયતમાં પોતાનું ખાતું ખોલ્યું.

જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેશ ડાંગરને મોવિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે હરાવ્યા હોવાનું પડ્યું છે જે જિલ્લા પંચાયત અને ખાસ તો ભાજપ માટે સૌથી મોટો અપસેટ કહેવાય છે.

જ્યારે બીજી કોલકી બેઠક પર સંગીતાબેન સોલંકીની હાર થઈ છે અને કોંગ્રેસ બાજી મારી ગઈ છે, ત્યારે કહી શકાય કે ડુમિયાણી, પાનેલી મોટી, મોટીમારડ, સુપેડી, દડવી, જામકંડોણા, બોરડી સમઢીયાળા, પેઢલા, થાણાગાલોળ, વિરપુર, ચરખડી, દેરડી, કોલીથડ, શિવરાજગઢ, કોટડા સાંગાણી, વેરાવળ, લોધીકા, પારડી, આણંદપર, બેડી, બેડલા, કસ્તુરબાધામ, કુવાડવા, સરધાર, પડધરી, સરપદડ, આટકોટ, ભાડલા, કમળાપુર, સાણથલી, શિવરાજપુર, ભડલી, પીપરડી અને વિછીયા જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે.

હાલ ભાજપ રાજુ ડાંગરની હાર પચાવી શકી નથી તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસીને આવ્યું છે કારણ કે પૂર્વ ઉપપ્રમુખ મોવિયા બેઠક પર સારું પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેઓને મહાત આપતા રાજકારણ ગરમાયું છે. જામકંડોરણા બેઠક પર ભાજપના પુષ્પાબેન રાદડિયા 9100 મતથી જીતા હોવાનું પણ માલુમ પડ્યું છે.

આ વખતે જિલ્લા પંચાયતના પૂર્વ સત્તાધીશો દ્વારા ન કરેલા કામો ના વિરોધમાં એ વાતનો જુવાળ જોવા મળ્યો હતો કે કોંગ્રેસ ઘણી વધુ બેઠક અંકે કરી લેશે પરંતુ તેવું કાંઈ ન થયું ઊલટું ગ્રામ્ય મતદારોએ ભાજપને વિજય બનાવી વિકાસની રાજનીતિના મુદ્દે મતદાન કરી હોવાનું પણ રાજકીય તજજ્ઞ કરી રહ્યા છે.