રાજુ કરપડાએ 'આપ' માંથી કેમ રાજીનામું આપ્યું? પ્રવીણ રામે જણાવ્યું સાચું કારણ

AAP ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આજે પત્રકાર પરિષદ કરી હતી. જેમા પ્રવીણ રામે જણાવ્યું કે રાજુ કરપડાએ રાજીનામુ કેમ આપ્યું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Thu, 12 Feb 2026 03:56 PM (IST)Updated: Thu, 12 Feb 2026 03:56 PM (IST)
why-did-raju-karpada-resign-from-aap-praveen-ram-reveals

Praveen Ram on Raju Karpada Resignation: રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, 108 દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે અનેક વખત તેઓએ મારી સાથે ચર્ચા કરતા. રાજુભાઈ તેમની પરના બે જૂના કેસને લઈને ચિંતામાં હતા. એક કેસમાં તેમને પાંચ વર્ષની સજા થયેલી છે. સુરેન્દ્રનગર કોર્ટે તેમને પાંચ વર્ષની સજા કરેલી છે.

બીજો કેસ જજમેન્ટ પર છે. જેમા તેના પરિવારના 4થી 5 સભ્યો હતા. જેલમાં એમને ચિંતા હતી કે આ કેસમાં મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું. રાજુભાઈ વારંવાર આ ચિંતામાં હતા. ભાજપે આ બન્ને જૂના કેસોને લઈને તેમના પર ડર ઊભો કર્યો છે અને તેમને તોડવાનો પ્રયાસ કર્યો છે. બન્ને કેસના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવાનો રસ્તો બંધ ન થઈ જાય એ ડરના કારણે તેણે રાજીનામુ આપ્યું છે.

પ્રવીણ રામના આક્ષેપોનું ખંડન

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે એવો દાવો કર્યો હતો કે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા, ત્યારે ભાજપ વતી કેટલાક વ્યક્તિઓ અને નેતાઓ તેમની મુલાકાતે ગયા હતા અને ત્યાં જ પક્ષ પલટાનું આયોજન થયું હતું. આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા લોકોમાં ખોટી છબી ઊભી કરવા માટે આવા જૂઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.

જેલવાસ દરમિયાનની સત્યતા

પોતાના જેલવાસના દિવસોને યાદ કરતા કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "મારા જેલવાસ દરમિયાન ભાજપનો કોઈ પણ નેતા કે વ્યક્તિ મને મળવા આવ્યો નથી. આ વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી છે." "જેલમાં મુલાકાત માટે માત્ર મારા પરિવારજનો જ આવતા હતા. જે પક્ષના નેતાઓ આજે આક્ષેપો કરી રહ્યા છે, તેમણે મુશ્કેલ સમયમાં કાયદાકીય મદદ તો દૂર, સાંત્વના આપવાની પણ તસ્દી લીધી નહોતી."

લડત ચાલુ રાખવાનો નિર્ધાર

રાજુ કરપડાએ ઉમેર્યું કે તેઓ ખેડૂતોના પ્રશ્નો માટે જેલમાં ગયા હતા અને જેલનો ડર બતાવીને તેમને નમાવી શકાય તેમ નથી. પક્ષ છોડવાનું કારણ ભાજપનું દબાણ નહીં પરંતુ 'આપ'ના આંતરિક માળખામાં રહેલી ખામીઓ અને નેતાઓનું અસહકારભર્યું વલણ છે. આ નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે કરપડાએ સીધી રીતે પક્ષના પાયાના નેતાઓની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે.