Hitesh Barot: ચાર દાયકાથી BJP કાર્યકર-સહકારી ક્ષેત્રે મોટું નામ, કોણ છે અમદાવાદ શહેરના નવા મેયર હિતેશ બારોટ?

અમદાવાદ શહેરના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ થલતેજ ગામના મૂળ વતની છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 26 May 2026 12:01 PM (IST)Updated: Tue, 26 May 2026 12:15 PM (IST)
who-is-hitesh-barot-new-mayor-of-ahmedabad-amc-profile
HIGHLIGHTS
  • અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ
  • થલતેજ વોર્ડથી ભાજપના કોર્પોરેટર છે

Who Is Hitesh Barot: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) 160 બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ સત્તાવાર રીતે નવા પદાધિકારીઓની જાહેરાત કરી દીધી છે. AMC કચેરી ખાતે મળેલી બોર્ડની બેઠકમાં સર્વાનુમતે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને અમદાવાદના નવા મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

શહેરના પ્રથમ નાગરિક બન્યા હિતેશ બારોટ

અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની નવી ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ OBC પુરુષ કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું હતું. આ ફેક્ટરને ધ્યાનમાં રાખીને પક્ષે બહોળા વહીવટી અનુભવને આધારે શહેરના 'પ્રથમ નાગરિક' તરીકે હિતેશ બારોટની પસંદગી કરી છે.

કોણ છે અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ? 

અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક હિતેશ બારોટ મૂળ થલતેજ ગામના મૂળ વતની છે. 14 એપ્રિલ, 1968 ના રોજ જન્મેલા હિતેશ બારોટ ધોરણ 10 સુધીનો અભ્યાસ ધરાવે છે. તેઓ ભાજપના એક વરિષ્ઠ, અનુભવી અને આર્થિક રીતે સક્ષમ નેતા માનવામાં આવે છે. ચૂંટણી સોગંદનામા મુજબ તેઓ આશરે રૂ. 109 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે, જે તેમને અમદાવાદના સૌથી ધનિક કોર્પોરેટરોમાં સ્થાન અપાવે છે.

naidunia_image

હિતેશ બારોટની રાજકીય અને સંગઠનાત્મક સફર

ભાજપના પાયાના કાર્યકર: હિતેશ બારોટ 1986માં ભાજપમાં જોડાયા હતા, અને 1987 થી 1997 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં સક્રિય રીતે કાર્યરત રહ્યા હતા. તેમણે વર્ષ 1996માં દસ્ક્રોઈ ભાજપ તાલુકા પ્રમુખ તરીકે અને 1997માં દસ્ક્રોઈ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી.

અમિત શાહ સાથે કામગીરી: 1989 થી 1997 દરમિયાન હિતેશ બારોટ અમિત શાહ અને એચ.એલ. પટેલ સાથે મળીને સરખેજ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા દસ્ક્રોઇના ગામોમાં બક્ષીપંચ સમાજના સંકલનની મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

naidunia_image

બહોળો વહીવટી અનુભવ: હિતેશ બારોટ 2001 થી 2005 સુધી બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા હતા. વર્ષ 2021 માં થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ તેઓ સૌથી પાવરફુલ ગણાતી AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

સહકારી ક્ષેત્રમાં મોટું નામ: લાંબી રાજકીય કારકિર્દીની સાથે હિતેશ બારોટ સહકારી ક્ષેત્રમાં પણ સક્રિય રહ્યા છે. તેઓ 2010 માં અમદાવાદ APMC ના વાઈસ ચેરમેન અને 2014 માં તેના ડિરેક્ટર બન્યા હતા. આ ઉપરાંત, તેઓ ADC બેંક (2012), પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક (2013-2017), ગુજકોમાસોલ - Gujcomasol (2017) અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (2018) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ડિરેક્ટર પદે સેવા આપી ચૂક્યા છે.

અમદાવાદ મનપાની અન્ય મહત્વપૂર્ણ નિમણૂકો

અમદાવાદ શહેરના મેયર ઉપરાંત અન્ય મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે:

  • ડેપ્યુટી મેયર: અંજુબેન શાહ (સાબરમતી વોર્ડ)
  • AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશ પટેલ (ખોખરા વોર્ડ)
  • શાસક પક્ષના નેતા: જશુ ઠાકોર (શાહીબાગ વોર્ડ)
  • દંડક: અતુલ મિશ્રા (ચાંદખેડા વોર્ડ)