Wesrern Railway: ગુજરાતથી રાજસ્થાન જનારા મુસાફરો માટે ખુશખબર, પશ્ચિમ રેલવે બે રૂટ પર દોડાવશે વન-વે સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સાબરમતી-બીકાનેર અને પોરબંદર-જોધપુર વચ્ચે વિશેષ ભાડા પર બે વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 29 Jan 2026 10:29 PM (IST)Updated: Thu, 29 Jan 2026 10:29 PM (IST)
western-railway-good-news-for-passengers-going-from-gujarat-to-rajasthan-western-railway-will-run-one-way-special-trains-on-two-routes

Wesrern Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સાબરમતી-બીકાનેર અને પોરબંદર-જોધપુર વચ્ચે વિશેષ ભાડા પર બે વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી લગ્નગાળો અને રજાઓમાં રાજસ્થાન તરફ પ્રવાસ કરતા હજારો મુસાફરોને રાહત મળશે.

સાબરમતી – બીકાનેર વન-વે સ્પેશિયલ (ટ્રેન નંબર 09491)

  • આ ટ્રેન ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય શહેરોને જોડશે.
  • આ ટ્રેન શુક્રવાર, 30 જાન્યુઆરી 2026ના રોજ સાબરમતીથી સાંજે 5:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 6:30 કલાકે બીકાનેર પહોંચશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, જોધપુર અને નાગૌર ઊભી રહેશે.
  • આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે.

પોરબંદર – જોધપુર વન-વે સ્પેશિયલ (ટ્રેન નંબર 09291)

  • સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રવાસીઓ માટે આ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
  • આ ટ્રેન રવિવાર, 01 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદરથી રાત્રે 7:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:00 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા અને રાણીવાડા સહિતના સ્ટેશનો પર આ ટ્રેન રોકાશે.

રૂટની વિશેષતા

  • સાબરમતી-બીકાનેર: આ ટ્રેન રાજસ્થાનના હાર્દ સમાન મારવાડ અને જોધપુર વિસ્તારને આવરી લેશે, જે વેપારીઓ માટે ખૂબ અનુકૂળ છે.
  • પોરબંદર-જોધપુર: આ ટ્રેન વાયા પટણ-ભીલડી થઈને જશે, જે આ રૂટ પરની કનેક્ટિવિટીમાં મોટો વધારો કરશે.
  • સમય પાલન: આ વન-વે સ્પેશિયલ ટ્રેનો હોવાથી, રેલવે દ્વારા તેને સમયસર ચલાવવા માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે જેથી યાત્રીઓ બીજા દિવસે સવારે કે બપોરે નિર્ધારિત સમયે પહોંચી શકે.
  • વેઇટિંગ લિસ્ટમાં રાહત: જે મુસાફરોને નિયમિત ટ્રેનો જેમ કે 'સૂર્યનગરી' કે 'બીકાનેર એક્સપ્રેસ'માં કન્ફર્મ ટિકિટ નથી મળી રહી, તેમના માટે આ એક સુવર્ણ તક છે.

આ ઉપરાંત મુસાફરોની સુવિધા અને વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને જયપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનની ફ્રીક્વન્સી વધારી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09706/09705 બાંદ્રા ટર્મિનસ-જયપુર સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નંબર 09706 બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ 30 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09705 જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 29 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.

બુકિંગની વિગતો
રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ બંને ટ્રેનો (09491 અને 09291) માટેનું બુકિંગ આજથી એટલે કે 29 જાન્યુઆરી, 2026થી તમામ રિઝર્વેશન કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.

મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ટ્રેનના સ્ટોપેજ અને સમયની વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.