Western Railway: અમદાવાદ સ્ટેશન પર પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ-વડોદરા વચ્ચે મેમૂ/પેસેન્જર ટ્રેન 10 જાન્યુઆરીથી વટવા સ્ટેશનથી ઉપડશે, જુઓ સંપૂર્ણ વિગત

અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યના સંદર્ભમાં RLDA દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી કેટલીક મેમૂ/પેસેન્જર ટ્રેન સેવાઓ વટવા સ્ટેશનથી દોડશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 09 Jan 2025 10:14 PM (IST)Updated: Thu, 09 Jan 2025 10:14 PM (IST)
western-railway-due-to-proposed-block-at-ahmedabad-station-memu-passenger-train-between-ahmedabad-vadodara-will-depart-from-vatva-station-from-january-10-view-full-details

Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃ વિકાસના કામને કારણે RLDA દ્વારા બ્લોક કરાયો છે, જેને કારણે 10 જાન્યુઆરીથી અમદાવાદ અને વડોદરા વચ્ચે દોડતી મેમુ, પેસેન્જર ટ્રેન સેવા અમદાવાદને બદલે વટવા સ્ટેશન ખાતેથી ચાલશે.

આ ઉપરાંત કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ સ્ટેશન પર પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક મેમૂ/પેસેન્જર ટ્રેન સેવાઓ અમદાવાદ-વટવા વચ્ચે આંશિક રદ રહેશે.

શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેન

  • 10 જાન્યુઆરી, 2025થી ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદને બદલે વટવાથી 7-30 કલાકે પ્રસ્થાન કરશે જે 10-20 કલાકે વડોદરા પહોંચશે.
  • 10 જાન્યુઆરી, 2025થી ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદને બદલે વટવાથી સાંજે 5-40 કલાકે પ્રસ્થાન કરશે જે રાત્રે 8-15 કલાકે વડોદરા પહોંચશે.
  • 10 જાન્યુઆરી, 2025થી ટ્રેન નંબર 59550 અમદાવાદ-વડોદરા સંકલ્પ પેસેન્જર અમદાવાદને બદલે વટવાથી 9-20 કલાકે પ્રસ્થાન કરશે જે 11-50 કલાકે વડોદરા પહોંચશે.
  • 13 જાન્યુઆરી, 2025થી ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદને બદલે વટવાથી 5-40 કલાકે પ્રસ્થાન કરશે.

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેન

  • 10 જાન્યુઆરી, 2025થી ટ્રેન સંખ્યા 59549 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વટવા સ્ટેશન પર 8-30 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે તેમજ વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 10 જાન્યુઆરી, 2025થી ટ્રેન નંબર 69129 આણંદ-અમદાવાદ મેમૂ વટવા સ્ટેશન પર 7-20 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 12 જાન્યુઆરી, 2025થી ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમૂ રાત્રે 11-50 કલાકે વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 10 જાન્યુઆરી, 2025થી ટ્રેન નંબર 69115 વડોદરા-અમદાવાદ મેમૂ વટવા સ્ટેશન પર બપોરે 1-25 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

પશ્ચિમ રેલવે દ્વારા આ ટ્રેનના બદલાવને ધ્યાનમા રાખીને યાત્રા કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રેનનો સમય, સ્ટોપેજ અને અન્ય વિગત માટે યાત્રિકોને www.enquiry.indianrail.gov.in પર તપાસ કરવાનું કહ્યું છે.