Bandra Terminus Train Changes: પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 પર સિમેન્ટ કોંક્રિટ (CC) એપ્રનના મરામત અને પુનઃનિર્માણ કાર્ય માટે 1 ડિસેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી 75 દિવસનો મોટો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ એન્જિનિયરિંગ કામગીરીને કારણે ભુજ, અજમેર, શ્રી ગંગાનગર અને ભગત કી કોઠી તરફ જતી-આવતી અનેક મહત્વપૂર્ણ ટ્રેનોના પ્રારંભિક તથા ગંતવ્ય સ્ટેશનોમાં અસ્થાયી ફેરફાર કરાયા છે. જો તમે આ સમયગાળા દરમિયાન બાંદ્રા ટર્મિનસ, દાદર કે બોરીવલીથી મુસાફરી કરવાના છો, તો મુસાફરી પહેલાં ટ્રેન નંબર, નવા સ્ટેશન અને સમયપત્રકની સંપૂર્ણ વિગતો અહીં જાણી લો.
બાંદ્રા ટર્મિનસના બદલે દાદરથી ઉપડતી ટ્રેનો:
- 30 નવેમ્બર, 2026થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 22956 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસના બદલે દાદર સ્ટેશન પર ટર્મિનેટ થશે.
- 1 ડિસેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 22955 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસના બદલે દાદર સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન દાદરથી 17:40 કલાકે ઉપડશે.
બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થતી ટ્રેન:
- 30 નવેમ્બર, 2026થી 11 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 22904 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસના બદલે બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
દાદરના બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેનો:
- 2 ડિસેમ્બર, 2026થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 12990 અજમેર–દાદર એક્સપ્રેસ દાદરના બદલે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ટર્મિનેટ થશે.
- 3 ડિસેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 12989 દાદર–અજમેર એક્સપ્રેસ દાદરના બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 14:55 કલાકે ઉપડશે.
- 1 ડિસેમ્બર, 2026થી 9 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 12489 શ્રી ગંગાનગર–દાદર એક્સપ્રેસ દાદરના બદલે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ટર્મિનેટ થશે.
- 2 ડિસેમ્બર, 2026થી 10 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 12490 દાદર–શ્રી ગંગાનગર એક્સપ્રેસ દાદરના બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 14:55 કલાકે ઉપડશે.
- 30 નવેમ્બર, 2026થી 11 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી–દાદર એક્સપ્રેસ દાદરના બદલે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ટર્મિનેટ થશે.
- 1 ડિસેમ્બર, 2026થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 20484 દાદર–ભગત કી કોઠી એક્સપ્રેસ દાદરના બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 14:55 કલાકે ઉપડશે.
