અંબાલાલ પટેલની આગાહીઃ હજુ 48 કલાક હળવા વરસાદી ઝાપટા જ પડશે, ગુરુપૂર્ણિમા પછી મેઘો ગુજરાતને ઘમરોળશે

આગામી 8 ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. આ સમય દરમિયાન અત્યાર સુધી વરસાદથી વંચિત એવા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને પણ લાભ મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Jul 2026 08:58 PM (IST)Updated: Tue, 28 Jul 2026 08:58 PM (IST)
weather-expert-ambalal-patel-rain-forecast-for-saurashtra-south-and-central-gujarat-in-august
HIGHLIGHTS
  • મધ્ય પ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં 8 થી 20 ઈંચ સુધી વરસાદની શક્યતા

Ambalal Patel Rain Forecast August: ગુજરાતમાં જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ચોમાસું બેસી ગયું હતુ. જે બાદ તોફાની વરસાદના બે રાઉન્ડમાં જ ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 50 ટકાને પાર પહોંચી ચૂક્યો છે. અષાઢ મહિનાની શરૂઆતથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને રીતસરના ઘમરોળી નાંખ્યા છે.

જો કે ગઈકાલથી વરસાદનું જોર ઘટી ગયું હોય તેમ રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.

હજુ 48 કલાક ગુજરાતના અલગ-અલગ ભાગોમાં હળવા ઝાપટા પડશે

અંબાલાલપટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. ખાસ કરીને પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી શકે છે.

ગુરુ પૂર્ણિમા બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધશે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, દેશમાં વરસાદ લાવતી ચારથી પાંચ સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં પણ પૂનમ બાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. ગુરુ પૂર્ણિમા દિવસે ક્યાંક-ક્યાંક વરસાદી ઝાપટા વરસશે. જે બાદ 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે.

આ ચાર દિવસો દરમિયાન રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે, તો કોઈક ભાગોમાં 20 ઈંચ સુધી વરસાદ પહોંચી શકે છે. જેના કારણે ખેતરોમાં જળ ભરાવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 3 ઈંચથી લઈને 5 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે.

5 થી 14 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8 ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે.

જો કે તેની પહેલા 5 થી 14 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ અત્યાર સુધી વરસાદની વંચિત એવા દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ ભારે વરસાદના ઝાપટા વરસી શકે છે. આ રાઉન્ડમાં ભારે વરસાદના કારણે તાપી તેમજ નર્મદા નદીનું જળસ્તર વધશે. તેમજ હિન્દ મહાસાગરનું હવામાન સાનુકુળ રહેવાથી ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ વરસી શકે છે.

આ સિવાય 8 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે પણ વરસાદનો રાઉન્ડ આવશે. જે પૂર્વે 5 થી 14 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે તાપી નદીનું જળસ્તર વધશે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડવાથી નર્મદા નદીનું જળસ્તર પણ વધેસ. ઓગસ્ટમાં હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ રહેતા ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડવાવી શક્યતા રહેશે.