Gujarat News Today Live 27 October, 2026 : ગુજરાતમાં ઊભી થયેલી પાણીની અછતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાઈપાવર બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રવિ પાક માટે ખેડૂતોની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા અને અન્ય રાજ્યો પાસેથી યોગ્ય આયોજન દ્વારા ગુજરાતને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ગુજરાતમાં પાણીની અછત નિવારવા પાટીલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
ગુજરાતમાં ઊભી થયેલી પાણીની અછતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાઈપાવર બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રવિ પાક માટે ખેડૂતોની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા અને અન્ય રાજ્યો પાસેથી યોગ્ય આયોજન દ્વારા ગુજરાતને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
દાહોદના સાંસીવાડમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
દાહોદના ગોધરા રોડ સ્થિત સાંસીવાડ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે સામાન્ય તકરાર બાદ મામલો ઉગ્ર બનતા ભારે મારામારીની ઘટના બની છે. આ નજીવી બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષો વચ્ચે થયેલા ધીંગાણામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.