Ahmedabad News:અમદાવાદના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપને છેલ્લા ‘સાડા ત્રણ દાયકા’થી ગૌરવવંતી ઓળખ આપનાર VENUS GROUP એ સામાજિક ઉત્તરદાયિત્વની પોતાની સફરને એક અર્થપૂર્ણ અને નવો આયામ આપ્યો છે.VENUS GROUP આજે પોતાની ખાસ સામાજિક પહેલ Live it Nowની જાહેરાત કરી છે, જે માત્ર એક અભિયાનથી પણ આગળ સમાજમાં દીર્ઘકાલીન સકારાત્મક પરિવર્તન લાવવાની એક ઉત્કૃષ્ટ વિચારધારા છે.
VENUS GROUP રક્તદાન શિબિરો અને અનેકવિધ લોકકલ્યાણના કાર્યો દ્વારા સમાજસેવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. પરંતુ ‘Live it Now’ એ માત્ર એક પહેલથી પણ આગળ તમામ સેવાયજ્ઞોને એક નવી દિશા અને વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડતી ગ્રૂપની એક પ્રતિબદ્ધ અને ઉમદા વિચારધારા છે.
આ પણ વાંચો
કોઈપણ મોટા પરિવર્તનની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ, આ જ વિચાર સાથે ગ્રૂપે આ અભિયાનની શરૂઆત પોતાના જ ‘VENUS પરિવાર’થી કરી છે. ગ્રૂપે પોતાના સપોર્ટ સ્ટાફના પરિવારના ૨ થી ૨૧ વર્ષની વયના બાળકોના ભણતરની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી છે.
Live it Now પહેલ હેઠળ VENUS GROUP આ બાળકોની સ્કૂલ-કોલેજની ફી, હોસ્ટેલ, આવવા-જવાની વ્યવસ્થા તેમજ ખાવા-પીવાની તમામ વાર્ષિક ફી ખુદ વહન કરશે, જેથી તેમના શિક્ષણમાં નિરંતરતા જળવાઈ રહે અને તેમના પરિવાર પર કોઈ પ્રકારનો આર્થિક બોજ ન પડે. આનો મુખ્ય હેતુ આ બાળકોના પરિવારોને આર્થિક રીતે સાથ આપવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલનો વ્યાપ માત્ર VENUS GROUP પૂરતો જ સીમિત રહેવાનો નથી. સમયની સાથે આ અભિયાન આગળ વધીને વ્યાપક સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચશે.
Live it Now’ પહેલ જે દિશા અને દ્રષ્ટિનો એક અનોખો અભિગમ છે, તેના વિશે જણાવતા VENUS GROUP ના ડિરેક્ટર વિનીત વાસવાણીએ ખૂબ જ હૃદયસ્પર્શી રીતે કહ્યું કે, “શિક્ષણ એ માનવ જીવનની સૌથી મૂલ્યવાન મૂડી છે, જે સમય સાથે ક્યારેય ઘટતી નથી પરંતુ સતત વધતી જાય છે. તે માત્ર એક વ્યક્તિનું જ નહીં, પરંતુ આખા પરિવાર, સમાજ અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.
