સ્ટ્રેટમ એટ વિનસ ગ્રાઉન્ડ્સની ઓફિસ એસેટ્સ REITમાં સામેલ, આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે તકો વધશે

વૈવિધ્યસભર અને મજબૂત ટેનન્ટ પ્રોફાઇલ આ કોમર્શિયલ એસેટની વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 25 Apr 2026 07:21 PM (IST)Updated: Sat, 25 Apr 2026 07:21 PM (IST)
stratum-at-venus-grounds-becomes-ahmedabads-first-developer-asset-in-reit

REIT India: કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે, વિનસ ગ્રુપે પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ સ્ટ્રેટમ એટ વિનસ ગ્રાઉન્ડ્સ, અમદાવાદ સ્થિત 2,07,838 ચોરસ ફૂટ પ્રીમિયમ ઓફિસ સ્પેસનું ટ્રાન્ઝેક્શન રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT)માં સફળતાપૂર્વક પૂરી કર્યું છે. આ અમદાવાદમાં ડેવલપર દ્વારા વિકસિત ઓફિસ સંપત્તિઓને REIT ફ્રેમવર્ક હેઠળ લાવવામાં આવેલી નોંધપાત્ર ગણવામાં આવે છે.

અમદાવાદના નેહરુનગર જેવા પ્રાઇમ લોકેશન પર સ્થિત વિનસ ગ્રુપની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોમર્શિયલ એસેટ 'સ્ટ્રેટમ'ને ભારતના સૌપ્રથમ SM REIT પ્લેટફોર્મ પ્રોપશેર સેલેસ્ટિયા (PropShare Celestia) મારફતે લીઝ પર આપી અને સફળતાપૂર્વક મોનેટાઇઝ કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી મૂડી રોકાણના ક્ષેત્રમાં નવા આયામો સ્થાપિત કરે છે.

વૈવિધ્યસભર અને મજબૂત ટેનન્ટ પ્રોફાઇલ આ કોમર્શિયલ એસેટની વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવે છે. Fortune 500 અને પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કંપનીઓની હાજરી આ પ્રોજેક્ટની લાંબા ગાળાની 'વેલ્યુ પોટેન્શિયલ' ને મજબૂત બનાવે છે, જે તેની પ્રીમિયમ ગુણવત્તા અને ભવિષ્યની સ્થિર આવકનો સ્પષ્ટ સંકેત આપે છે.

આ ઐતિહાસિક સિદ્ધિ પર પ્રતિભાવ આપતા વિનસ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે પ્રોપશેર સેલેસ્ટિયા મારફતે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં વૈશ્વિક કક્ષાનું સંસ્થાગત રોકાણ આવી રહ્યું છે તે અમારા માટે ગર્વની વાત છે. આ ટ્રાન્ઝેક્શન શહેરના કોમર્શિયલ રિયલ એસ્ટેટ વિકાસમાં એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે. અમે આગામી સમયમાં વધુ મોટા અને ઉચ્ચ મૂલ્યના ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી અમદાવાદ ગ્લોબલ રોકાણકારો અને પ્રતિષ્ઠિત કોર્પોરેટ ઓક્યુપન્સી માટે એક અત્યંત વિશ્વસનીય અને પસંદગીનું સ્થળ તરીકે ઉભરી શકે.

પ્રોપશેર સેલેસ્ટિયા ની ત્રીજી SM REIT સ્કીમ ₹244.65 કરોડના ઈશ્યુ સાઇઝ સાથે લોન્ચ કરવામાં આવી હતી, જેને રોકાણકારો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહ્યો હતો. આ ઈશ્યુ 1.33 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો. આ સફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે મેટ્રો શહેરોની બહાર પણ સંસ્થાગત સ્તરની કોમર્શિયલ એસેટ્સમાં રોકાણકારોનો વિશ્વાસ અને માંગ ઝડપથી વધી રહ્યા છે.