Varetha-Vatva MEMU Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 69208/69207 વરેઠા-ગાંધીનગર કેપિટલ MEMU વટવા સ્ટેશન સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. આ મોટા નિર્ણયથી ઉત્તર ગુજરાતના વરેઠા, વડનગર, વિસનગર, મહેસાણા અને કલોલ વિસ્તારના મુસાફરોને અમદાવાદ શહેર સુધી સીધી રેલ કનેક્ટિવિટી મળશે. આ ટ્રેનને ચાંદખેડા રોડ, સાબરમતી, અમદાવાદ અને મણિનગર સ્ટેશનો પર વધારાના સ્ટોપ પણ આપવામાં આવ્યા છે.
29 નવેમ્બરથી વટવા-વરેઠા MEMU ટ્રેન શરૂ થશે
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ટ્રેન નંબર 69207 વટવા-વરેઠા MEMU 29 નવેમ્બર, 2026 થી વટવા સ્ટેશનથી દોડશે. આ ટ્રેન વટવાથી સાંજે 5:10 વાગ્યે ઉપડશે અને વિવિધ સ્ટેશનો પર રોકાણ કર્યા બાદ રાત્રે 9:30 વાગ્યે વરેઠા પહોંચશે.
ટ્રેન નંબર 69207 વટવા-વરેઠા MEMU સમયપત્રક
વટવા: પ્રસ્થાન 5:10 વાગ્યે
મણિનગર: 5:15 વાગ્યે
અમદાવાદ: 5:25 વાગ્યે
સાબરમતી: 5:58 વાગ્યે
ચાંદખેડા રોડ: 6:07 વાગ્યે
ગાંધીનગર કેપિટલ: 6:35 વાગ્યે
કલોલ: 7:04 વાગ્યે
મહેસાણા: 7:58 વાગ્યે
વરેઠા: આગમન 9:30 વાગ્યે
30 નવેમ્બરથી વરેઠા-વટવા MEMU દોડશે
ટ્રેન નંબર 69208 વરેઠા-વટવા MEMU 30 નવેમ્બર, 2026 થી વરેઠા સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે ઉપડશે અને સવારે 10:45 વાગ્યે વટવા પહોંચશે.
ટ્રેન નંબર 69208 વરેઠા-વટવા MEMU સમયપત્રક
વરેઠા: પ્રસ્થાન 06:15 વાગ્યે
મહેસાણા: 07:18 વાગ્યે
કલોલ: 08:12 વાગ્યે
ગાંધીનગર કેપિટલ: 08:43 વાગ્યે
ચાંદખેડા રોડ: 09:05 વાગ્યે
સાબરમતી: 09:28 વાગ્યે
અમદાવાદ: 10:05 વાગ્યે
મણિનગર: 10:20 વાગ્યે
વટવા: આગમન 10:45 વાગ્યે
અમદાવાદના ચાર સ્ટેશન પર મળશે સ્ટોપેજ
આ ટ્રેનના વિસ્તૃત માર્ગ પર ચાંદખેડા રોડ, સાબરમતી, અમદાવાદ અને મણિનગર સ્ટેશન પર વધારાના સ્ટોપ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વરેઠા અને ગાંધીનગર કેપિટલ વચ્ચેના મધ્યવર્તી સ્ટેશનો માટે પણ સમયસૂચિમાં સુધારો કરવામાં આવ્યો છે. મુસાફરોએ મુસાફરી કરતા પહેલા સુધારેલી સમય પત્રકની વિગતો મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને નોકરીયાત મુસાફરોને લાભ
આ ટ્રેનના વટવા સુધીના વિસ્તરણથી વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો, વેપારીઓ અને રોજિંદા મુસાફરોને ખાસ લાભ થશે. હવે ઉત્તર ગુજરાતના વરેઠા, વડનગર, વિસનગર, મહેસાણા અને કલોલ વિસ્તારના મુસાફરોને અમદાવાદ શહેર, સાબરમતી અને મણિનગર સુધી સીધી રેલવે મુસાફરીની સુવિધા મળશે. સાથે જ ચાંદખેડા અને વટવા વિસ્તારના મુસાફરોને આ MEMU ટ્રેનનાવિસ્તરણથી વધુ અનુકૂળ રેલ સેવા ઉપલબ્ધ થશે.
ટ્રેનની માહિતી ક્યાંથી મેળવવી?
વરેઠા-વટવા MEMU ટ્રેનના સમય, સ્ટોપેજ અને રેકની રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને વિગતો મેળવી શકે છે. મુસાફરી પહેલાં સુધારેલી સમયપત્રક તપાસવું જરૂરી છે.
