અમદાવાદમાં યોજાયેલી કૂડો સ્પર્ધામાં વલસાડની જયવી ભાનુશાલી છવાઈ; એક સાથે બે મેડલ જીત્યા

જયવીએ અમદાવાદમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને રાષ્ટ્રીય કૂડો ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 09:24 PM (IST)Updated: Thu, 19 Nov 2026 09:24 PM (IST)
valsad-kudo-player-jayvi-bhanushali-won-gold-and-bronze-medal-in-ahmedabad

Valsad News: વલસાડની જયવી ભાનુશાલીએ કૂડો રમતમાં બે મોટી સિદ્ધિ હાંસલ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કૂડો ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને જયવીએ 2 મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

કૂડો સ્પર્ધામાં જયવી ભાનુશાલીની બેવડી સિદ્ધિ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ 18મી અક્ષય કુમાર ઈન્ટરનેશનલ કૂડો ટુર્નામેન્ટ 2026-27 માં U-11 ગર્લ્સની 33 કિગ્રા કેટેગરીમાં જયવી ભાનુશાલીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે 17મી કૂડો નેશનલ ટુર્નામેન્ટ 2026-27 માં U11 ગર્લ્સની 33 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

4 વર્ષથી કોચના માર્ગદર્શન હેઠળ મેળવી તાલીમ

જયવી ભાનુશાલી છેલ્લા 4 વર્ષથી વલસાડ સ્પોર્ટ્સ સેન્ટર, નગરપાલિકા ખાતે કોચ સેન્સેઈ તરુણ ઢીમ્મરના માર્ગદર્શન હેઠળ કૂડો રમતની તાલીમ લઈ રહી છે. સતત મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેનીલગનના પરિણામે તેણે નાની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. જયવીની સફળતામાં તેની માતા દૃષ્ટિનો સિંહફાળો રહ્યો છે. પિતાની પ્રેરણા, પરિવારનો સહયોગ અને કોચનું માર્ગદર્શન પણ તેની રમતગમતની સફરમાં મહત્ત્વપૂર્ણ બન્યા છે.

જયવીની સફળતાથી વલસાડમાં ખુશીની લાગણી

જયવી ભાનુશાલીની આ બેવડી સફળતાથી પરિવારજનો, મિત્રો, કચ્છી ભાનુશાલી સમાજ અને વલસાડમાં આનંદની લાગણી પ્રસરી છે. નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીતનાર જયવી ભવિષ્યમાં પણ વધુ ઊંચી સિદ્ધિ હાંસલ કરીને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

અમદાવાદમાં નેશનલ-ઈન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 12 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન કુડો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશભરમાંથી અંદાજે 5,400 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કુડો ઈન્ડિયાના ચેરમેન અક્ષય કુમાર, શિહાન વિસ્પી ખરાડી અને હેન્સી મેહુલ વોરાના માર્ગદર્શન તથા સહયોગથી આ સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધાને કીફી એસોસિએશન અને યુવા બાબતો તથા રમત ગમતમંત્રાલયનો સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અભિનેતા અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.