Vadodara News: વડોદરા શહેરમાં આવતીકાલે 14 સપ્ટેમ્બર 2026થી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ટ્રાફિકની સુચારૂ વ્યવસ્થા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કેમાર (APS) દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, માંજલપુરના શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા અને લાલબાગ બ્રિજ તરફ જતા રાજમાર્ગો પર ટ્રાફિકનું ભારે ભારણ અટકાવવા માટે એસ.ટી. બસો અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું 14થી 26 સપ્ટેમ્બર 2026 સુધી અથવા ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી (અથવા ટ્રાફિક હળવો ન થાય ત્યાં સુધી) અમલમાં રહેશે.
વડોદરા શહેરમાં ગણેશોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગણેશજીના દર્શનાર્થે શહેરના વિવિધ રાજમાર્ગો પર ઉમટી પડે છે. ખાસ કરીને માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રેયસ ત્રણ રસ્તાની આજુબાજુના વિસ્તારોમાં મોટા પાયે ગણેશ પંડાલો સ્થાપિત કરાતા હોવાથી આ માર્ગો પર ટ્રાફિકનું ભારે ભારણ સર્જાય છે. સુરતથી શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા થઈ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો તરફ જતી એસ.ટી. બસો તેમજ કીર્તિસ્તંભ ડેપોથી શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા થઈ ડભોઈ તરફ જતી બસો અને અન્ય ભારદારી વાહનોને કારણે આ જંક્શન પર ગંભીર અકસ્માત અને ટ્રાફિક જામની ભીતિ રહે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે ડાયવર્ઝનનો નિર્ણય લેવાયો છે.
વડોદરા શહેરમાં આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ જાહેર
સુશેન સર્કલથી ભવન્સ સર્કલ થઇ લાલબાગ બ્રિજ તરફ જઈ શકાશે નહીં. સુશેન સર્કલથી જયુપીટર ચાર રસ્તા,વડસર બ્રિજ, ખીસકોલી સર્કલ, કલાલી બ્રિજ ઉપર, અક્ષર ચોક સર્કલ, અટલબ્રિજ ઉપર, પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે.અથવા ભવન્સ સર્કલથી બરોડા ડેરી સર્કલ, તરસાલી શાકમાર્કેટ ચાર રસ્તા,બંસલ મોલ, સોમાતળાવ ચાર રસ્તા થઇ જે તે તરફ જઈ શકશે. (સુશેન સર્કલથી ભવન્સ સર્કલ થઈ લાલબાગ બ્રિજ તરફ પ્રવેશબંધી રહેશે).
મકરપુરા, ભવન્સ સર્કલથી શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા થઇ, લાલબાગ બ્રિજ તરફ જઈ શકાશે નહીં. ભવન્સ સર્કલથી સુશેન સર્કલ, જયુપીટર ચાર રસ્તા,વડસર બ્રિજ, ખીસકોલી સર્કલ, કલાલી બ્રિજ ઉપર, અક્ષર ચોક સર્કલ, અટલબ્રિજ ઉપર, પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે અથવા ભવન્સ સર્કલથી બરોડા ડેરી સર્કલ, તરસાલી શાકમાર્કેટ ચાર રસ્તા, બંસલ મોલ,સોમાતળાવ ચાર રસ્તા થઇ જે તે તરફ જઈ શકશે. (મકરપુરા ભવન્સ સર્કલથી લાલબાગ બ્રિજ તરફ પ્રવેશબંધી રહેશે).
જયુપીટર ચાર રસ્તાથી તુલસીધામ ચાર રસ્ત થઇ શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા થઇ, લાલબાગ બ્રિજ તરફ જઈ શકાશે નહીં. જયુપીટર ચાર રસ્તાથી વડસર બ્રિજ, ખીસકોલી સર્કલ, કલાલી બ્રિજ ઉપર, અક્ષર ચોક સર્કલ, અટલબ્રિજ ઉપર, પંડયા બ્રિજ ઉપર,ફતેગંજ સર્કલ થઇ જે તે તરફ જઈ શકાશે. (યુપીટર ચાર રસ્તા થી લાલબાગ બ્રિજ તરક પ્રવેશબંધી રહેશે).
તુલસીધામ ચાર રસ્તાથી, શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા થઇ, લાલબાગ બ્રિજ તરફ જઈ શકાશે નહીં. તુલસીધામ ચાર રસ્તાથી સરસ્વતી ચાર રસ્તા,દરબાર ચોકડી, માંજલપુર બ્રિજ, ખિચકોલી સર્કલ, કલાલી બ્રિજથી અક્ષર ચોક થઇ જે તે તરફ જઈ શકાશે. ખીસકોલી સર્કલ, કલાલી બ્રિજ ઉપર, અક્ષર ચોક સર્કલ, અટલબ્રિજ ઉપર, પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે.
