Ahmedabad News:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના થલતેજ વોર્ડમાં આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે 10 સપ્ટેમ્બર, 2026ના રોજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે દર્દીઓને એક જ દિવસમાં એક સાથે બે ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય દિલીપભાઈ સરગરા તથા સંસ્કાર ધામ ખાતે રહેતા 50 વર્ષીય રમેશકુમાર યાદવનો સમાવેશ થાય છે. બંને દર્દીઓ સોમવારે તપાસ માટે હેલ્થ સેન્ટર આવ્યા ત્યારે ધ્યાને આવ્યું કે અકસ્માત બાદ ફ્રેક્ચર થતાં હલનચલનમાં તકલીફ, દુખાવો અને સોજાની ફરિયાદ હતી.
સેટેલાઇટ વિસ્તારમાં હોટેલ મેનેજર તરીકે કામ કરતા દિલીપભાઈ સરગરા બે દિવસ અગાઉ એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 6 વાગ્યે ટુ-વ્હીલર પરથી પડી ગયા હતા. તેઓ ડાબા હાથના સહારે પડતાં ડાબા હાથમાં ઉલ્ના હાડકાનું ફ્રેક્ચર થયું હતું. 10 સપ્ટેમ્બરના રોજ તેમની ડાબી ઉલ્ના ફ્રેક્ચરની નેઇલિંગ સાથે CRIF સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન સુપ્રાક્લેવિક્યુલર બ્લોક હેઠળ કરવામાં આવ્યું હતું અને સર્જરીમાં ડૉ. સમીર મહેતાની ભૂમિકા રહી હતી. સાથે સાથે ર્ડો મોનિકાબેન અને ર્ડો ચેતન ચૌધરી એ દર્દી નું વ્યવસ્થિત counselling કરી operation માટે સમજાવેલ હતા.દર્દીને છેલ્લા 5-6 વર્ષથી ડાયાબિટીસ હોવાનું તથા એક દિવસ અગાઉ હાઇપરટેન્શનનું નિદાન થયું હોવાનું નોંધાયું હતું.દર્દીના ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર ને નોર્મલ કરી બીજા દિવસે ઓપેરશન કરેલ છે.
બીજા દર્દી રમેશકુમાર યાદવ ઉંમર 50 વર્ષ, ઓફિસનું કામ કરે છે અને સંસ્કાર ધામ ખાતે રહે છે. તેઓ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ સાયકલ પરથી પડી જતાં જમણા ઘૂંટણના સાંધા પાસે ઈજા થઈ હતી. અકસ્માત બાદ જમણા ઘૂંટણમાં દુખાવો અને સોજો રહેતા તેમને ચાલવામાં તેમજ બેસવામાં તકલીફ પડતી હતી. 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે તેમના જમણા ઘૂંટણના પટેલા ફ્રેક્ચર માટે ORIF સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં K-wire તથા 18G TBWનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સર્જરી SA એટલે કે સ્પાઇનલ એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવી હતી. આ ઓપરેશન ડૉ. સમીર મહેતા અને ડૉ. મોનિકા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
