ACBની ધરપકડ બાદ પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટનો મોટો આંચકો, જાણો ટ્રાયલ કોર્ટમાં હવે શું થશે આગળની કાર્યવાહી

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સામેના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે હટાવ્યો છે. હવે ટ્રાયલ કોર્ટમાં કાર્યવાહી આગળ વધશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 26 Sep 2026 11:05 AM (IST)Updated: Sat, 26 Sep 2026 11:05 AM (IST)
supreme-court-stay-removed-anand-former-additional-collector-ketaki-vyas-acb-case

Ketaki Vyas Corruption Case: આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સામેના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના બહુચર્ચિત કેસમાં એક મહત્વનો વળાંક આવ્યો છે. કેતકી વ્યાસને આપેલી વચગાળાની રાહત સુપ્રિમ કોર્ટે પાછી ખેંચી લીઘી છે, જેના કારણે હવે તેમની સામે ટ્રાયલ કોર્ટમાં કાનૂની કાર્યવાહી આગળ ધપશે.

ACBએ કરી હતી ધરપકડ

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે કેતકી વ્યાસની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં એન્ટી કરપ્શન બ્યુરોએ તેમની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા હતા. કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા માટે કેતકી વ્યાસે સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી હતી. પરંતુ બંને કોર્ટે આ અરજીઓ નામંજૂર કરી હતી. આખરે તેઓએ દેશની સુપ્રિમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરીને દાદ માંગી હતી.

સુપ્રીમ કોર્ટે કેમ સ્ટે હટાવ્યો

કેસની શરુઆતમાં સુપ્રીમ કોર્ટે ટ્રાય લ કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપ્યો હતો, પરંતુ કેસની વધુ સુનવણી દરમિયાન આણંદ એલસીબી તપાસ અધિકારીનું સોગંધનામુ અને સરકાર પક્ષની દલીલ અને રજૂઆતો ધ્યાને લીધી હતી. બધુ ધ્યાને દીધા બાદ સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલી વચગાળાની રાહત હટાવી દીધી હતી. તેમજ પિટિશનનો નિકાલ કર્યો હતો.

ટ્રાયલ કોર્ટમાં આગળની કાર્યવાહી

સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી ભાસ્કરભાઈ વ્યાસ તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ સામે ટ્રાયલ કોર્ટમાં ફોજદારી કેસનો કેસ રેગ્યુલર ધોરણે શરૂ થશે.