Ahmedabad News: પ.પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથ સનાતન ધર્મના મૂળભૂત એવા શ્રુતિ અને સ્મૃતિ શાસ્ત્રોનો સાર રજૂ કરે છે. અને આધુનિક યુગમાં આવશ્યક શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરે છે.
સંસ્કૃત મુખપાઠ કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો
દિવાળી 2024 દરમિયાન પ.પૂ. મહંત સ્વામી મહારાજના સંકલ્પથી પ્રેરાઈને 10,000 બાળકોને સંપૂર્ણ સંસ્કૃત મુખપાઠ કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ, ગુજરાત અને સમગ્ર ભારતમાં 3 થી 13 વર્ષની વયના 15,666 બાળ-બાલિકાઓએ મુખપાઠ કરી આ લક્ષ્યાંક વટાવી દીધો છે.
સંસ્કૃત શ્લોક દ્વારા હોમાત્મક યજ્ઞ કરશે
આધુનિક ડિજિટલ યુગમાં આ અભૂતપૂર્વ સિદ્ધિ અને સીમાચિન્હના ભાગરૂપે 1500 જેટલા બાળ-બાલિકા વિદ્વાનો મંગળવાર, 28 ઓકટોબરે BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે કંઠસ્થ કરેલ સંસ્કૃત શ્લોક દ્વારા હોમાત્મક યજ્ઞ કરશે.
