Kinjal Rabari Family Tree: કિંજલ રબારી એક સાધારણ ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમની સફળતામાં તેમના પરિવારનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે.
Kinjal Rabari: ‘કોયલ કંઠી’ કિંજલ રબારીની સંગીત સફર અને તેની પાછળના ખરા પ્રેરણાસ્ત્રોત વિશે જાણો
કિંજલ રબારીના પિતા અને માતા વિશે જાણો
કિંજલ રબારીનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર પાસેના સિનાડ ગામમાં એક રબારી પરિવારમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે ખેતી સાથે સંકળાયેલા હતા. શરૂઆતના સમયમાં જ્યારે સમાજમાં દીકરીઓ ગાયિકા તરીકે બહાર આવે તે સ્વીકાર્ય નહોતું, ત્યારે તેમના પિતાએ કિંજલની કલા પર વિશ્વાસ મૂક્યો હતો.

કિંજલ રબારીના મોટાભાઈ
કિંજલની સંગીત સફરમાં સૌથી મોટી ભૂમિકા તેમના મોટાભાઈ કિરણ રબારીની રહી છે. કિરણભાઈએ કિંજલને સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે સતત હિંમત આપી હતી. તેમજ શરૂઆતના સ્ટેજ પ્રોગ્રામ્સ અને આલ્બમ રેકોર્ડિંગના આયોજનમાં પણ તેમનો મોટો ફાળો રહ્યો હતો.
કિંજલ રબારીના પતિ વિશે જાણો
કિંજલ રબારીના લગ્ન જીવન વિશેની માહિતી તાજેતરમાં ચર્ચામાં આવી છે. પહેલા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. આ લગ્ન પરિવારની સંમતિ વિના થયા હોવાથી પરિવાર અને સમાજમાં વિવાદ સર્જાયો હતો, જેના કારણે કિંજલે પોલીસ રક્ષણની પણ માંગ કરી હતી. પરંતુ રબારી સમાજ અને ચૌધરી સમાજની બેઠક બાદ બંને હાલમાં અગલ થયા હતા. સોશિયલ મીડિયામાં તેના બીજા લગ્નની પણ ચર્ચા થઈ રહી છે, પરંતુ સત્તાવાર પુષ્ટી કોઈએ કરી નથી.

કિંજલ રબારીની શૈક્ષણિક માહિતી
કિંજલબેન રબારીનું શિક્ષણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શરૂ થયું. તેઓ ધોરણ 1 થી 8 સુધી સિનાડની સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યાં. આ શાળા એક સામાન્ય ગામડાની શાળા હતી, પરંતુ અહીંના શિક્ષકો અને આચાર્યે તેમની કલાત્મક પ્રતિભાને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું. શાળામાં પ્રાર્થના સમયે ભજનો અને ગીતો ગાવાની પ્રવૃત્તિમાં તેમનો રસ વધ્યો.
શાળાના શિક્ષકોએ કિંજલ રબારીને ઘણું માર્ગદર્શન આપ્યું અને શાળામાંજ તેમને એક સ્ટેજ આપ્યું. કિંજલ રબારી નિયમિતપણે પ્રાર્થનામાં અને સ્પર્ધાઓમાં ભાગ લેતાં. ભાઈ કિરણ રબારીએ ઘરે ભજનો શીખવાડ્યા, જેમાં શિવભજન પ્રથમ હતું. આમ, તેમણે તેમનો પ્રારંભિક અભ્યાસ અને ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધ્યા હતા. તેમણે માઇક્રોબાયોલોજીસ્ટ બનવા માટેની જરૂરી શૈક્ષણિક ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે.
કિંજલ રબારીનું વ્યક્તિગત જીવન
કિંજલબેન રબારીનું વ્યક્તિગત જીવન હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. તેઓએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પોતાના લગ્નની જાણકારી આપી હતી.કિંજલબેન રબારી એ હમણાંજ અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સામાજિક વિવાદના કારણે તે ઘરે પરત ફરી હતી અને લગ્ન રદ્દ કર્યા હતા.
