Ahmedabad Flower Show 2024 Dates, Time, Tickets Price: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી 30 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી ફ્લાવર શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શો મુલાકાતીઓ માટે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આ વખતે ફ્લાવર શોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સ્કલ્પ્ચર રહેશે. તેમજ અનેક પ્રકારના ફ્લાવર જોવા અને તેમના વિશે જાણવા મળશે ત્યારે આ ફ્લાવર શોમાં શું છે ટિકીટના રેટ એ અંગેની વિગતો અહીં આપવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આ ફ્લાવર શો માટે ટિકીટના દરની જાહેરાત અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે. જેમાં ટિકીટના બે દર રાખવામાં આવ્યા છે. વેસ્ટ સાઇડથી એન્ટ્રી માટેના દર અને ઇસ્ટ સાઇડથી એન્ટ્રી માટેના દર આજરોજ જાહેર કરવામાં આવ્યા છે.

ઇસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો ફરજિયાતપણે કોમ્બો ટિકીટ લેવી પડશે. જેમાં અટલ બ્રિજ અને ફ્લાવર શોની ટિકીટ લેવી જરૂરી રહેશે. આ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન મુલાકાતીઓએ રૂ.80નો ટિકીટ દર ચૂકવવાનો રહેશે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ 105 રૂપિયા ટિકીટ દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
એ જ રીતે વેસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો માત્ર ફ્લાવર શોની જ ટિકીટ લેવી પડશે. આ માટે મુકાલાતીઓએ સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 50 ટિકીટનો દર ચૂકવવાનો રહેશે, જ્યારે શનિવાર અને રવિવારના રોજ મુલાકાતીઓની સંખ્યામાં વધુ હોવાથી રૂ 75 ટિકીટ દર નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.