Gujarati Jagran 4th Anniversary: દૈનિક જાગરણ સમૂહ દ્વારા વર્ષ 2022માં ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણની શરૂઆત કરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતી જાગરણને 4 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાંચકોના હૃદયમાં ગુજરાતી જાગરણે સ્થાન મેળવ્યું છે. ત્યારે રિલાન્યસ ઇન્ડસ્ટ્રીના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગુજરાતી જાગરણને ચાર વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી છે.
પરિમલ નથવાણીનો શુભેચ્છા સંદેશ
આ પણ વાંચો
"ગુજરાતી જાગરણ આગામી 9 સપ્ટેમ્બર 2026ના રોજ સફળતાનાં 4 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે તે જાણી ખૂબ આનંદ થયો. આ સફળતા નિશ્ચિત રૂપે પ્રતિષ્ઠિત જાગરણ સમૂહ તરફથી ગુજરાતી જાગરણને વારસામાં મળી છે.
જાગરણ મીડિયા એ સંન્નિષ્ઠ પત્રકારત્વની ઝળહળતી મશાલ છે. ગુજરાતી જાગરણનું પણ તે મશાલને વધુ ઉજ્જવળ બનાવવામાં વિશિષ્ટ પ્રદાન છે. ભવિષ્યમાં પણ ગુજરાતી જાગરણ પોતાની સાર્થક પત્રકારિતાની પરંપરાને જાળવી રાખશે તથા ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતાને વધુને વધુ સમૃદ્ધ કરશે તેવી શ્રદ્ધા છે.
9 સપ્ટેમ્બર 2026 ગુજરાતી જાગરણની સફળ યાત્રાનાં 4 વર્ષની પૂર્ણતાના શુભ અવસરે મારો રાજીપો વ્યક્ત કરું છું અને આપ સૌને શુભેચ્છા આપું છું."
ગુજરાતી જાગરણ વિશે
જાગરણ ન્યૂ મીડિયા (JNM) એ જાગરણ પ્રકાશન લિમિટેડની ડિજિટલ વિંગ છે. ગુજરાતી જાગરણ (https://www.gujaratijagran.com/) એ જાગરણ ન્યૂ મીડિયાની ગુજરાતી સમાચાર અને માહિતી સાઈટ છે. જે ગુજરાતી ભાષામાં ગુજરાત સાથે દેશ, વિદેશ, બોલીવૂડ, સ્પોર્ટ્સ, ધર્મ, હેલ્થ, રેસિપી સહિતના સમાચાર વાંચકોને પીરસી રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતી જાગરણને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તટસ્થ સમાચાર અને લોક ઉપયોગી માહિતી દરેક વાંચક સુધી પહોંચાડવાના કારણે ગુજરાતી જાગરણ લોકપ્રિય બની ગયું છે.
