Pravin Mali: ગુજરાતી જાગરણને ચાર વર્ષ પૂર્ણ થવા પર રાજ્ય કક્ષામંત્રી પ્રવિણ માળીએ પાઠવી શુભકામના

રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છેકે, દૈનિક જાગરણ ગ્રુપના પ્રતિષ્ઠિત ડિજિટલ માધ્યમ 'ગુજરાતી જાગરણ' ૯ સપ્ટેમ્બર 2026ના રોજ પોતાની સફળ યાત્રાના 4 વર્ષ પૂર્ણ કર્યા છે, તે જાણીને અત્યંત આનંદ થયો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 10 Sep 2026 04:57 PM (IST)Updated: Thu, 10 Sep 2026 04:57 PM (IST)
gujarats-minister-pravin-mali-congratulates-gujarati-jagran-on-4th-anniversary

Gujarati Jagran 4th Anniversary: દૈનિક જાગરણ સમૂહ દ્વારા વર્ષ 2022માં ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણની શરૂઆત કરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતી જાગરણને 4 વર્ષ પૂર્ણ થયા છે. આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાંચકોના હૃદયમાં ગુજરાતી જાગરણે સ્થાન મેળવ્યું છે. ત્યારે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્યામેટ ચેન્જ, વાહનવ્યહાર મંત્રી પ્રવિણ માળી દ્વારા ગુજરાતી જાગરણને ચાર વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રવિણ માળીનો શુભેચ્છા સંદેશ

"દૈનિક જાગરણ ગ્રુપના પ્રતિષ્ઠિત ડિજિટલ માધ્યમ 'ગુજરાતી જાગરણ' ૯ સપ્ટેમ્બર 2026ના રોજ પોતાની સફળ યાત્રાના 4 વર્ષ પૂર્ણ કર્યા છે, તે જાણીને અત્યંત આનંદ થયો. આ શુભ અવસરે હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન અને પાઠવું છું.

લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સમૂહ માધ્યમો સમાજ અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુનું કાર્ય કરે છે. વિગતવાર, નિષ્પક્ષ અને સચોટ સમાચાર જન-જન સુધી પહોંચાડવાની સાથે-સાથે પર્યાવરણ સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ જાગૃતિ અને સુરક્ષિત વાહનવ્યવહાર જેવા સામાજિક વિષયો પર ‘ગુજરાતી જાગરણ' દ્વારા કરવામાં આવતું કાર્ય સરાહનીય છે.

ડિજિટલ યુગમાં વાચકોને વિશ્વસનીય અને ગુણવત્તાસભર માહિતી પૂરી પાડીને આપના માધ્યમે ટૂંકા સમયમાં એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આગામી સમયમાં પણ આપનું ડિજિટલ પ્લેટફોર્મ સમાજ ઉપયોગી પત્રકારત્વના ક્ષેત્રે નવા શિખરો સર કરશે.

ગુજરાતી જાગરણની 4થા વર્ષની ઉજવણી નિમિત્તે સંસ્થાના ઉતરોત્તર વિકાસ, સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે મારી અનેક શુભેચ્છાઓ !"

ગુજરાતી જાગરણ વિશે

જાગરણ ન્યૂ મીડિયા (JNM) એ જાગરણ પ્રકાશન લિમિટેડની ડિજિટલ વિંગ છે. ગુજરાતી જાગરણ (https://www.gujaratijagran.com/) એ જાગરણ ન્યૂ મીડિયાની ગુજરાતી સમાચાર અને માહિતી સાઈટ છે. જે ગુજરાતી ભાષામાં ગુજરાત સાથે બિઝનેસ-વેપાર જગત, દેશ, વિદેશ, બોલીવૂડ, સ્પોર્ટ્સ, ધર્મ, હેલ્થ, રેસિપી સહિતના સમાચાર વાંચકોને પીરસી રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતી જાગરણને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તટસ્થ સમાચાર અને લોક ઉપયોગી માહિતી દરેક વાંચક સુધી પહોંચાડવાના કારણે ગુજરાતી જાગરણ લોકપ્રિય બની ગયું છે.