7 માર્ચે ગુજરાત આવશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, 8 માર્ચથી પદયાત્રાની શરૂઆત થશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 29 Feb 2024 03:39 PM (IST)Updated: Thu, 29 Feb 2024 03:39 PM (IST)
rahul-gandhi-bharat-jodo-nyaya-yatra-will-come-to-gujarat-on-march-7

Ahmedabad News: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચ 2024, ગુરૂવારના રોજ બપોરે 3 વાગ્યે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 8 માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે. ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા રહેવાની છે, તેની તૈયારીની સમીક્ષારૂપે દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મીટીંગ મળી હતી.

આ મીટીંગમાં ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળે છે.

ગુજરાતના લોકોની અનેક સમસ્યાઓ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફીક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સીંગ દ્વારા થતા શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓને ભારત જોડો ન્યાય યાત્રા દરમ્યાન વાચા આપવામાં આવશે.

ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને કારણે નવા જ બનેલા બ્રીજ તૂટે છે, નકલી સરકારી કચેરીઓ દ્વારા લોકહિતના કરોડો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ તૂટી પડી છે, સરકારી નોકરીઓના પેપરો સતત ફૂટે છે અને તેના મૂળ ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓમાં નીકળતા દેખાઈ રહ્યા છે. આ બધી જ સમસ્યાઓને આદરણીય રાહુલ ગાંધીજીની “ભારત જોડો ન્યાય યાત્રા”માં ઉજાગર કરીને લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.