PMJAY કાર્ડ કૌભાંડઃ પાત્રતા ન હોય તેમના કાર્ડ બનાવી દેવાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6ની અટકાયત કરી

PMJAY કાર્ડ બનાવવાના કૌભાંડમાં એવી પણ વિગતો સામે આવી છેકે, ઝડપાયેલી ટોળકી દ્વારા 3 હજાર જેટલા નકલી કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 17 Dec 2024 12:06 PM (IST)Updated: Tue, 17 Dec 2024 12:06 PM (IST)
pmjay-card-scam-uncovered-in-fame-probe-6-arrested-for-wrongly-issuing-cards
HIGHLIGHTS
  • ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નવા એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો
  • પાત્ર ન હોય તેવા લોકોના પણ PMJAY કાર્ડ કાઢવામાં આવ્યા

PMJAY Card Scam: ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ ખોટા ઓપેરશન કરવામાં આવ્યા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન PMJAY કાર્ડને લગતું વઘુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં જે લોકો આ કાર્ડ મેળવવાની પાત્રતા ધરાવતા નથી તેવા લોકોના પણ કાર્ડ કાઢવામાં આવ્યા છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત નીપજ્યાં બાદ PMJAY યોજનાનો આર્થિક લાભ લેવા માટે ખોટા ઓપેરશન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નવા એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડ પણ PMJAY કાર્ડ સાથે જોડાયેલું છે.

PMJAY યોજનાનો લાભ મેળવવા માટે PMJAY કાર્ડ મળવા પાત્ર ન હોય તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એવી પણ પ્રાથમિક વિગતો મળી રહી છેકે, આ ટોળકી દ્વારા 3 હજારથી વધુ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં પણ ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી હોઇ શકે છે. જોકે એ દિશામાં તપાસ ચલાવાઈ રહી છે. PMJAY કાર્ડનું નવું જે કૌભાંડ સામે આવ્યું છે તે માત્ર ગુજરાત પુરતું જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલું હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.