PM Awas Yojana: અમદાવાદથી સુરત સુધી ગુજરાતમાં નવ જગ્યાએ માત્ર રૂ. 9 લાખમાં 1.5 BHK મેળવવાની તક, આ રીતે રજીસ્ટ્રેશન કરાવો

EWS-2 ટાઈપના આ મકાનનો કાર્પેટ એરિયા 41.00 ચોરસ મીટર રહેશે, જ્યારે કિંમત પણ વ્યાજબી રાખવામાં આવી છે. જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ ખુદનું ઘર ખરીદી શકે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Feb 2026 09:14 PM (IST)Updated: Wed, 11 Feb 2026 09:14 PM (IST)
pm-awas-yojana-gujarat-2026-get-1-5-bhk-house-for-just-rs-9-lakh-online-registration-started
HIGHLIGHTS
  • ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવાસ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત
  • ઓનલાઈન એલિજિબિલિટી ચેક કર્યા બાદ અરજી કરવાની રહેશે

PM Awas Yojana: આજકાલ દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીના કારણે ઘરના ભાડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના એક ઘરનું સપનું સેવતી જ હોય છે. જો કે આ સપનું સાકાર કરવું એટલું સરળ નથી હોતુ, પરંતુ તેના માટે કેટલાક રસ્તાઓ જરૂર હોય છે.

જેમ કે બેંકમાંથી લોન લઈને પણ તમે પોતાનું ખુદનું ઘર ખરીદી શકો છો. જો કે બેંકમાંથી લોન લીધા પછી તેના હપ્તા ભરવાની ચિંતા સતત રહ્યા કરતી હોય છે. એવામાં સરકાર દ્વારા ફાળવવામાં આવતા આવાસ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

જેમાં તમે નજીવી કિંમતે અને સરળ હપ્તે તમારા ખુદના ઘરના માલિક બની શકો છે. એવામાં તમારું ખુદના ઘરનું સપનું સાકાર કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

હકીકતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી વિસ્તારોમાં રહેતા અને પોતાના ઘરનું સપનું જોતા મધ્યમ અને શ્રમિક વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત નવા આવાસો માટે ઑનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ક્યા-ક્યા શહેરોમાં આવાસ ઉપલબ્ધ રહેશે?
ગુજરાત હાઈસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, અમદાવાદના હાથીજણ, સૌરાષ્ટ્ર ઝોનમાં ઉપલેટા, અમરેલી, જેતપુર અને મહુવા, દક્ષિણ ગુજરાતમાં સુરતના સચિન અને કનસાડ, નવસારી તેમજ વડોદરાના પાદરા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મકાનમાં કેવી-કેવી સુવિધા મળશે અને કિંમત કેટલી રહેશે?
આ યોજના ખાસ કરીને EWS-2 (Economically Weaker Section) શ્રેણીના લોકો માટે તૈયાર કરવામાં આવી છે. જેથી 1.5 BHK (બેડરૂમ, હોલ અને કિચન)ની સુવિધા મળશે. જ્યારે મકાનનો કાર્પેટ એરિયા 41.00 ચોરસ મીટર (લગભગ 441 ચોરસ ફૂટ) રાખવામાં આવ્યો છે. આવા આવાસની કિંમત 9 લાખ રાખવામાં આવી છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઘર ખરીદવું સરળ બને.

naidunia_image

આ યોજના હેઠળ આવાસ મેળવવા માટે અરજી કેવી રીતે કરવી?
પોતાના સપનાનું મકાન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રસ ધરાવતા અરજદારો QR કોડ સ્કેન કરીને અથવા અધિકૃત વેબસાઇટ મારફતે અરજી કરી શકે છે.

આ માટે ઈચ્છુક અરજદારે સત્તાવાર વેબસાઈટ pmaymis.gov.in પર જઈને પોતાની પાત્રતા ચકાસવાની રહેશે. એકવાર ઓનલાઈન એલિજિબિલિટી ચેક કર્યા બાદ અરજી કરવાની રહેશે. આ સંદર્ભે વધુ વિગતો તેમજ માર્ગદર્શન માટે gujarathousingboard.gujarat.gov.in વેબસાઇટ પર મુલાકાત લઈ શકાય છે.

naidunia_image

જણાવી દઈએ કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ છેલ્લા 20 વર્ષથી શહેરી વિકાસના કાર્યોમાં કાર્યરત છે અને આ નવી સ્કીમ દ્વારા હજારો પરિવારોને સસ્તા દરે ગુણવત્તાયુક્ત આવાસ પૂરા પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને ગુજરાત હાઉસિંગ બોર્ડની આ પહેલનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં રહેણાંક સમસ્યાનો ઉકેલ લાવીને ‘હાઉસિંગ ફોર ઑલ’ના ધ્યેયને આગળ વધારવાનો છે.