પરેશ ગોસ્વામીની આગાહી: હજુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય નહીં, 15 સપ્ટેમ્બરથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે

આજના દિવસમાં અત્યાર સુધીમાં રાજ્યના 5 તાલુકામાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે. જે પૈકી કચ્છ જિલ્લાના નખત્રાણામાં સૌથી વધુ 1.18 ઈંચ વરસાદ વરસ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Sep 2025 05:39 PM (IST)Updated: Tue, 09 Sep 2025 05:39 PM (IST)
paresh-goswami-ni-agahi-more-rain-round-across-the-gujarat-from-next-15th-september
HIGHLIGHTS
  • 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં 1 થી 2 ઈંચ વરસાદની શક્યતા
  • નવા વરસાદના રાઉન્ડમાં રાજ્યના 40 થી 50 ટકા ભાગમાં વરસાદ વરસશે

Paresh Goswami Ni Agahi: બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવી મજબૂત ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. જેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં મેઘકહેર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે હવે આ સિસ્ટમ મંદ પડી જતાં વરસાદનું જોર ઘટ્યું છે અને ફરીથી રાજ્યમાં તાપમાન ઉંચકાયું છે. એવામાં આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડી પરથી જે સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતના માથે આવી હતી, તે ધીમે-ધીમે નબળી પડીને પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે. આગામી 24 થી 48 કલાકમાં આ સિસ્ટમ પાકિસ્તાનના કરાંચી ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે.

આમ આ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરે, તો પણ તેનો ઘેરાવો મોટો હોવા છતાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 સપ્ટેમ્બર સુધી 1 થી 2 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે.

વરસાદી સિસ્ટમ પાકિસ્તાન ઉપર હોય, ત્યારે તેના આઉટર ક્લાઉટ ગુજરાતને સ્પર્શતા હોવાથી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

naidunia_image

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી પાંચેક દિવસની અંદર ગુજરાતમાં કોઈ વરસાદનો નવો રાઉન્ડ નહીં આવે. આથી તેનો એ અર્થ પણ નથી કે, ગુજરાતમાં 2025નું ચોમાસું પૂર્ણ થઈ ગયું. આગામી 15 તી 20 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડમાં ગુજરાતના 40 થી 50 ટકા ભાગમાં વરસાદ વરસી શકે છે.

આજે ગુજરાતના 5 તાલુકામાં હળવા વરસાદી ઝાપટા

આજે વહેલી સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 5 તાલુકામાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ 30 મિ.મી (1.1 ઈંચ) વરસાદ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય કચ્છના લખપતમાં 6 મિ.મી, પાટણના રાધનપુરમાં 3 મિ.મી, આણંદના ખંભાતમાં 2 મિ.મી અને ઉમરેઠમાં 1 મિ.મી વરસાદ વરસ્યો છે.