No UPI Day Protest: આજના આધુનિક યુગમાં લોકો પોતાની ચૂકવણી કેશની જગ્યાએ UPIના માધ્યમથી વ્યાપકપણે કરે છે. જીવન જરુરિયાતની વસ્તુની ખરીદી કરવાની હોય હવે લોકો યુપીઆઈની મદદથી ચૂકવણી કરતાં હોય છે. પરંતુ આજ રોજ 2 ઓક્ટોબરના રોજ લોકોએ પેમેન્ટ સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, આજે કોઈ પણ દુકાનદાર યુપીઆઈથી ચૂકવણીનો સ્વીકાર નહીં કરે
MDR ચાર્જમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ગુજરાત સહિત સમગ્ર દેશના વેપારીઓ દ્વાર 'No UPI Day' મનાવવાની જાહેરાત કરી છે. ગાંધી જયંતિના દિવસે આયોજિત આ વિરોધ પ્રદર્શનને લીધે એક જ દિવસમાં આશરે રુ.50 કરોડથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર સીધી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો
શા માટે કરાઈ રહ્યો છે વિરોધ?
સરકાર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા UPIના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે આગામી 15 ઓક્ટોબર 2026થી લાગુ થવા જઈ રહ્યો છે. નવા નિયમો પ્રમાણે, 2 હજારથી વધારે મર્ચન્ટ પેમેન્ટ્સ પર 0.4 ટકા MDR ચાર્જ વસૂલાશે. પર્સન ટુ પર્સન અને 2 હજાર સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકા MDR નક્કી કરાયો છે. વેપારી એસોસિએ આ MDR ચાર્જનો આકરો વિરોધ નોંધાવીને વધારાનો આર્થિક બોજો ગણાવી રહ્યા છે.
MDR ચાર્જ શું છે?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ એક પ્રકારની ફી ચાર્જ છે. જે દુકાનદાર કે વેપારી પેમેન્ટ સુવિધા (જેમ કે, POS મશીન, QR કોડ)નો ઉપયોગ કરવા બદલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ અને બેન્કને ચૂકવવી પડે છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ફી ગ્રાહકે નહીં પરંતુ વેપારીએ ચૂકવવાની રહે છે. તેથી ગ્રાહકોએ ખરીદી કરવા બહાર નીકળે તો રોકડ રાખવી હિતવાહ છે.
ગુજરાતના કેટલા યુનિયનો જોડાયા?
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના આશરે 600થી વધારે ટ્રેડર્સ યુનિયનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. જેમાં મોબાઈલ,ઈલેકટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કાપડ માર્કેટ જેવા મુખ્ય વેપારી મંડળો શામેલ થયા છે. વિરોધ દર્શાવવા માટે વેપારીઓ અને દુકાનદારો પોતાના QR કોડ બોર્ડ અને મશીન પર કાળુ કપડું ઢાંકી દેશે અને દિવસ દરમિયાન માત્ર રોકડ નાણું જ સ્વીકારશે. યુપીઆઈ પેમેન્ટ નહીં.
