નિરમા યુનિવર્સિટીનો વિવાદ ઉગ્ર બન્યો: NSUI દ્વારા કેમ્પસનો ઘેરાવ, પ્રોફેસર એચ. કે. પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માગ

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડતા વિવાદ ઉગ્ર બન્યો. NSUIએ કેમ્પસનો ઘેરાવ કરી પ્રોફેસર HK પટેલને સસ્પેન્ડ કરવાની માંગ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 28 Sep 2026 03:08 PM (IST)Updated: Mon, 28 Sep 2026 03:08 PM (IST)
nirma-university-controversy-nsui-protest-professor-hk-patel-suspend-demand

Ahmedabad News: અમદાવાદમાં એસ.જી હાઈવે પર આવેલી પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટી એક વિવાદને લીધે ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનો કોલર પકડીને ધમકાવવાની ઘટનાએ ભારે વિવાદ સર્જયો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

નિરમા યુનિવર્સિટીમાં ઈલેક્ટોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ટેક્નોફોરા નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેન્ડઅપ કોમેડી શો ચાલી રહ્યો હતો. ત્યારે વિભાગના એચઓડી અને પ્રોફેસર એચ કે સ્ટેજ પરથી વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા. તેમને બોલવામાં થોડો વિલંબ થતાં એક વિદ્યાર્થીએ ફેમસ ડાયલોગ જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકલના હે' આ કોમેન્ટ સાંભળતા પ્રોફેસર ગુસ્સે ભરાયા હતા. તેમણે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવીને તેનો કોલર પકડી લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પ્રોફેસરનો બીજો વીડિયો વાયરલ

આ વિવાદ હજુ ઠંડો પડ્યો નહોતો. કે બળતામાં ઘી હોમાયા જેવું થયું પ્રોફેસર એચ. કે પટેલનો એક વધુ વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, એચ કે બ્રાન્ડ બાપ હે બાપ હીં રહેંગે. જીસકો જો કરના હે કરલે...આ વિડીયો વાયરલ થતાની સાથે જ હવે મામલો વધારે ઉગ્ર બન્યો છે. વિવાદ વધતાં નિરમા યુનિવર્સિટી વહીવટી પ્રશાસને તપાસ કમિટીની રચના કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, કમિટી સામે પ્રોફેસર અને વિદ્યાર્થી બંનેએ પોતાની ભૂલ સ્વીકાર કરીને માફી માંગીને સમાધાનનો પ્રયાસ કર્યો હતો.

NSUIએ કરી સસ્પેન્સન ની માગણી

જોકે, આ માફીનામાનો છાત્ર સંગઠન NSUIએ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. છાત્ર સંગઠને યુનિવર્સિટી કેમ્પસનો ઘેરાવ કરીને પ્રોફેસરના સસ્પેન્સનની માગણી કરી છે. NSUIના ઉપપ્રમુખ વેદાંત તોમરના જણાવ્યા પ્રમાણે, છાત્ર સાથે દુર્વ્યવહાર કરવો અયોગ્ય છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે, સમગ્ર મામલે પ્રોફેસર એચ કે પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભૂખ હડતાળ પર ઉતરીશું તેમજ ઉગ્ર આંદોલન પણ કરીશું. છાત્રોના ઉગ્ર સંગઠન દરમિયાન યુનિવર્સિટી કેમ્પસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.