Heritage Garba Ahmedabad 2025: 'હેરિટેજ ગરબા'માં બીજા નોરતે ગરબાની રમઝટ, ગાયક હર્ષ શાહના તાલે અમદાવાદીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

હર્ષ સંઘવીના ગરબાના તાલે માત્ર યુવાનો જ નહીં, પરંતુ વડીલો અને બાળકો પણ પોતાનો થાક ભૂલીને ગરબા રમતા જોવા મળ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Sep 2025 04:26 PM (IST)Updated: Wed, 24 Sep 2025 04:26 PM (IST)
navratri-2025-karma-group-hosts-heritage-garba-on-sindhu-bhavan-road-ahmedabad-day-2-singer-harsh-shah
HIGHLIGHTS
  • કર્મ ગ્રુપ દ્વારા સિંધુભવન રોડ પર ભવ્ય નવરાત્રિનું આયોજન

Heritage Garba Ahmedabad 2025: ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આખા રાજ્યમાં લોકો માતાજીની આરાધના કરીને ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. અમદાવાદ શહેર પણ આ ઉત્સવની રોશનીથી ઝગમગી રહ્યું છે. અહીંના ખેલૈયાઓ મનભરીને ડાન્સ કરીને આનંદ માણી રહ્યા છે. તેમાંથી એક વિશેષ આયોજન છે સિંધુભવન રોડ પર કર્મગ્રુપ દ્વારા કરાયું છે.

naidunia_image

આ વર્ષે કર્મગ્રુપે અદ્ભુત વ્યવસ્થા કરી છે. વિશાળ મેદાનમાં રંગબેરંગી લાઇટ્સ, માતાજીનું મંદિર અને મોટું સ્ટેજ બનાવ્યું છે. પહેલા નોરતાની રાત્રે તો લોકોની ભીડ જ જોવા જેવી હતી, પરંતુ બીજા નોરતે તો વાત જ અલગ હતી. પ્રખ્યાત સિંગર હર્ષ શાહને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના આગમનથી વાતાવરણમાં ઉત્સાહનો તરંગ ફરી વળ્યો.

naidunia_image

રાતના આઠ વાગ્યે હર્ષ શાહ સ્ટેજ પર આવ્યા. તેમની મધુર અવાજમાં ગરબા ગીતો વગાડવા લાગ્યા. "અંબે મા ના ગરબા રમવા…" જેવા ગીતોથી લોકો ઝુમવા લાગ્યા. યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ સંગીતના તાલે ગરબા રમી રહ્યા હતા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી આવેલા હજારો લોકોની ભારે ભીડ જોવા મળી. કોઈ રંગીન ચણીયા ચોળીમાં સજ્જ હતું, તો કોઈ પરંપરાગત વેશમાં. થાક તો જાણે અદ્રશ્ય થઈ ગયો હતો; લોકો રાત પડે ત્યાં સુધી ગરમા રમતા રહ્યા.

naidunia_image

આ આયોજનમાં કર્મગ્રુપના સભ્યોની મહેનત સ્પષ્ટ દેખાતી હતી. તેઓએ સુરક્ષા, પાર્કિંગ અને ખાણીપીણીની વ્યવસ્થા પણ ઉત્તમ કરી હતી. અમદાવાદમાં નોકરી કરતી રીમા નામની એક યુવતીએ જણાવ્યું કે, આ વર્ષે નવરાત્રીમાં હર્ષ શાહના ગીતો સાંભળીને મારું મન પ્રસન્ન થઈ ગયું. અમે થાક ભૂલીને સૌ મનમૂકીને ગરબે ઘૂમ્યા.

naidunia_image

આમ સિંધુભવન રોડ પરનું આ નવરાત્રિ આયોજન ગુજરાતની સંસ્કૃતિ અને ઉત્સાહનું પ્રતીક બની ગયું છે. માતાજીના આશીર્વાદથી લોકો વર્ષભરની ચિંતાઓ ભૂલીને આનંદમાં ડૂબી ગયા. આ તહેવાર એકતા અને ખુશીનો સંદેશ આપે છે, જેમાં દરેક વ્યક્તિ ભાગીદાર બને છે.

naidunia_image