Heritage Garba Ahmedabad 2025: આ વર્ષે કર્મ ગ્રુપ દ્વારા અમદાવાદના એસ. જી. હાઈવેની પાસે આવેલા સિંધુ ભવન રોડ પર મેરિમેન્ટ પાર્ટી પ્લોટમાં ભવ્ય નવરાત્રિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસમાં 1.80 લાખથી વધુ ખેલૈયાઓ હેરિટેજ ગરબા 2025 નવરાત્રિમાં ગરબે રમ્યા હતા. ગઈકાલે એટલે કે, નવમા નોરતે સિંગર નયના શર્માએ ગરબાના સૂર રેલાવ્યા હતા અને ખેલૈયાઓ ગરબે ઘૂમયા હતા. ગરબા પૂરા થયા પછી ખેલૈયાઓ મંડળી ગરબા પણ રમ્યા હતા.
મહત્ત્વનું છે કે, આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદનું વિધ્ન નડ્યું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસથી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થતાં અનેક ઠેકાણે ગરબાના કાર્યક્રમો રદ્દ કરવા પડ્યા હતા. જેના પગલે ગરબા પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી. જો કે હવે નવરાત્રિ તેના અંતિમ પડાવ પર છે, ત્યારે ખેલૈયાઓ છેલ્લા દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમવા આતુર થયા હતા.
એવામાં ખેલૈયાઓ નિરાશ ના થાય તે માટે અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા મેરિમેન્ટ પાર્ટી પ્લોટમાં કર્મ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન અને સંચાલન કરવામાં આવે છે. જ્યાં અમદાવાદ શહેરના મેયર પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી ચૂક્યા છે, ત્યારે ગઈકાલે જાણીતા સિંગર નયના શર્મા દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સિંગર નયના શર્માના ઑરકેસ્ટ્રાના તાલે ખેલૈયા ઝૂમ્યા હતા.
મહત્ત્વનું છે કે, કર્મ ગ્રુપ દ્વારા આયોજિત હેરિટેજ ગરબા 2025માં નવમા નોરતે વરસાદ છતાં સિંગર નયના શર્માએ તેમના સૂરે ખેલૈયાઓને ગરબે રમાડ્યા હતા. અમદાવાદ શહેર પણ આ ઉત્સવની રોશનીથી ઝગમગી રહ્યું છે. અહીંના ખેલૈયાઓ મનભરીને ગરબા રમીને આનંદ માણી રહ્યા છે. તેમાંથી એક વિશેષ આયોજન છે સિંધુભવન રોડ પર કર્મગ્રુપ દ્વારા કરાયું છે.
આ વર્ષે કર્મગ્રુપે અદ્ભુત વ્યવસ્થા કરી છે. વિશાળ મેદાનમાં રંગબેરંગી લાઇટ્સ, માતાજીનું મંદિર અને મોટું સ્ટેજ બનાવ્યું છે. પહેલા નોરતાની રાત્રે તો લોકોની ભીડ જ જોવા જેવી હતી, પરંતુ બીજા નોરતે તો વાત જ અલગ હતી એટલું જ નહીં આઠમા નોરતે વરસાદ બાદ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રમવા આવ્યા હતા. પ્રખ્યાત સિંગર નયના શર્માને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના આગમનથી વાતાવરણમાં ઉત્સાહનો તરંગ ફરી વળ્યો.
રાતના આઠ વાગ્યે મા અંબેની આરતી પછી સિંગર બ્રિજરાજ ગઢવી તેમના મધુર અવાજમાં ગરબા ગીતો વગાડવા લાગ્યા. “વા વાયાને વાદળ ઉમટ્યા…” જેવા ગીતોથી લોકો ઝુમવા લાગ્યા. યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ સંગીતના તાલે ગરબા રમી રહ્યા હતા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી આવેલા હજારો લોકોની ભારે ભીડ જોવા મળી. આ આયોજનમાં કર્મગ્રુપના સભ્યોની મહેનત સ્પષ્ટ દેખાતી હતી. તેઓએ સુરક્ષા, પાર્કિંગ અને ખાણીપીણીની વ્યવસ્થા પણ ઉત્તમ કરી હતી.
આમ સિંધુભવન રોડ પરનું આ નવરાત્રિ આયોજન ગુજરાતની સંસ્કૃતિ અને ઉત્સાહનું પ્રતીક બની ગયું છે. માતાજીના આશીર્વાદથી લોકો વર્ષભરની ચિંતાઓ ભૂલીને આનંદમાં ડૂબી ગયા. આ તહેવાર એકતા અને ખુશીનો સંદેશ આપે છે, જેમાં દરેક વ્યક્તિ ભાગીદાર બને છે.
