Ahmedabad: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલીશન શરુ, 40 JCB-30 ડમ્પર સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 29 Apr 2025 09:23 AM (IST)Updated: Tue, 29 Apr 2025 12:50 PM (IST)
mega-demolition-in-ahmedabads-chandola-area-1000-cops-40-jcbs-deployed

Ahmedabad News: ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી કુલ 800થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ફરી એકવાર પોલીસ દ્વારા કાર્યવાહી વધુ ઝડપી કરતાં ચંડોળા તળાવ આસપાસના વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

naidunia_image

શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. પહેલગામ આતંકી હુમલાને લઈ હાલમાં ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવાની કામગીરીમાં લાગેલી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં અંદાજે 800 થી વધુ શંકાસ્પદ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.

naidunia_image

લલ્લા બિહારીનું ફાર્મહાઉસ તોડી પડાયું

લલ્લા બિહારીના ફાર્મ હાઉસનો દરવાજો હોવાથી પોલીસ દરવાજો તોડીને ફાર્મ હાઉસમાં ઘૂસી હતી. ફાર્મ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી. બાદમાં AMCની ટીમ દ્વારા હથોડાથી ફાર્મ હાઉસ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.

naidunia_image

જેસીબી અને ડમ્પર તૈનાત

40 JCB અને AMC ના 30 ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 1000થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મેગા ડિમોલીશન પર 10થી વધુ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

naidunia_image

પોલીસકર્મીઓ હાજર રહેશે

આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. હવે આ બાંધકામોને તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારથી જ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર જોવા મળી રહ્યો છે.

naidunia_image

ડ્રોન વડે ચાંપતી નજર

28 એપ્રિલની રાત્રે AMC ના અધિકારીઓ તેમજ શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને રાત્રે જ ત્યાં પહોંચી જવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ, SRPની સહિતની ટીમો તૈનાત કરી છે. હાલમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર ઉપરાંત ફુલગીરીના છાપરા પરપ્રાંતિયોનું એપી સેન્ટર રહ્યુ છે.