અમદાવાદમાં SOGની મોટી કાર્યવાહી: રૂ.23.52 લાખની કિમતનો 672 ગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે આરોપીની ધરપકડ

અમદાવાદના કૃષ્ણનગરમાં SOGની મોટી કાર્યવાહી, રૂ.23.52 લાખની કિંમતનો 672 ગ્રામ હાઈબ્રિડ ગાંજો ઝડપાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 15 Aug 2026 02:36 PM (IST)Updated: Sat, 15 Aug 2026 02:36 PM (IST)
ahmedabad-sog-hybrid-ganja-23-52-lakh-672-gram-krishnanagar

Ahmedabad News: અમદાવાદ શહેરમાં આવેલા કૃષ્ણનગરમાંથી લાખોની કિંમતનો હાઈબ્રિડ ગાંજો ઝડપી લેવામાં SOG ને મોટી સફળતા મળી છે. કૃષ્ણનગરના એક મકાનમાં એક યુવક રુ.23.52 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો. એસઓજીની ટીમે યુવકની ગાંજા સાથે અટકાયત કરીને ફરાર સપ્લાયરની શોધખોળ શરુ કરી છે.

ઘરમાંથી લાખોની કિમતના ગાંજા સાથે યુવક ઝડપાયો

મળતી માહિતી મુજબ, કૃષ્ણનગરમાં આવેલી રઘુનાથ સોસાયટીમાં હાઈબ્રિડ ગાંજો છુપાવ્યો હોવાની સચોટ બાતમી SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. ત્યારે આ મામલે SOGની ટીમે તે મકાન પર ઓચિંતી રેડ પાડી હતી. આ રેડમાં મકાનમાંથી રાહુલ ગાડે નામના યુવકની હાઈબ્રિડ ગાજા સાથે અટકાયત કરી હતી. પોલીસને સ્થળ પરથી કુલ 23.52 લાખની કિમતનો 672 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળ્યો હતો.

ફરાર સપ્લાયરને ઝડપવા કાર્યવાહી શરુ

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલો આરોપી અમદાવાદના બન્ની ભાટિયા નામના સપ્લાયર પાસેથી ગાંજો લાવીને ઘરમાં છૂટક વેચાણ માટે રાખતો હતો. પોલીસની તપાસ દરમિયાન કુલ 45 .25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે આ મામલે ફરાર સપ્લાયરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઇસનપુરમાં પણ ગાંજા સાથે વધુ આરોપી ઝડપાયો

જ્યારે આવો અન્ય બનાવ ઈસનપુરના ચાંડોળા તળાવ પાસે બન્યો હતો. ઇસનપુર પોલીસે ચાંડોળા તળાવ પાસેથી ફૈઝાન શેખ નામના યુવકને 124 ગ્રામ ગાંજા સાથે ઝડપી લઈને વધુની તપાસ શરુ કરી છે. આ ગાંજાની કુલ કિમત 6 હજાર થાય છે. પોલીસે આરોપીની પુછપરછ કરતાં તેણે આ જથ્થો શાહ આલમના રહેવાસી શૌકત હુસેન પાસેથી લાવ્યો હતો. પોલીસે ફરાર આરોપી શૌકત સામે ફરિયાદ નોંધીને વધુની તપાસ હાથ ધરી છે.