માયાભાઈ આહીરને હોસ્પિટલમાંથી રજા અપાઈ, તમામ ચાહકોનો આભાર માન્યો

સોમવારે રાત્રે કડી તાલુકાના ઝુલાસણ ગામે માયાભાઈ આહીરનો ડાયરો હતો. તેઓ સ્ટેજ પર જાય તે પહેલા તેમને એટેક આવ્યો હતો. આથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 13 Feb 2025 12:40 PM (IST)Updated: Thu 13 Feb 2025 12:40 PM (IST)
mayabhai-ahir-discharged-from-apex-heart-institute-said-thank-you-to-all-fans-474703

Mayabhai Ahir Health News update: છેલ્લા કેટલાક દિવસથી માયાભાઈ આહીરની તબિયત ખરાબ હોવાથી તેના ચાહકવર્ગમાં ચિંતાનું મોજૂ હતું. ત્યારે આજે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રજા અપાયા બાદ માયાભાઈ આહીરે તમામ ચાહકોનો આભાર માન્યો છે.

માયાભાઈ આહીરનું શું થયું હતું?

સોમવારે રાત્રે કડી તાલુકાના ઝુલાસણ ગામે માયાભાઈ આહીરનો ડાયરો હતો. તેઓ સ્ટેજ પર જાય તે પહેલા તેમને એટેક આવ્યો હતો. આથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

માયાભાઈ આહીર હાલ સંપૂર્ણ સ્વસ્થ

માયાભાઈ આહીર હાલ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓએ હોસ્પિટલની બહારથી જ એક વીડિયો બનાવી પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને લોકોનો આભાર માન્યો છે.

માયાભાઈ આહીરે શું કહ્યું?

માયાભાઈ આહીરની સારવાર એપેક્સ હાર્ટ ઈન્ટિટ્યુટમાં સારવાર ચાલી રહી હતી. ડો. તેજસ પટેલના નિરિક્ષણ હેઠળ તેઓ હતા. રજા બાદ માયાભાઈ આહીરે કહ્યું હતું કે એપેક્સ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડોક્ટર તેજસ પટેલે ખુસ સારી સારવાર કરી છે. મારી એન્જિયોગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે. હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું. આથી દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સુતા નથી, બધાના ફોન પણ એટલા આવ્યા, એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું બધાને મારા જયશ્રીરામ. કોઈ ચિંતા કરવા જેવું નથી.