Ahmedabad News:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરને શ્રી મુક્તજીવન પર્યાવરણ રક્ષીય ગૌરવ એવોર્ડ તથા સન્માન પત્ર કે જેઓએ ધર્મના પ્રચાર સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે તેમજ વૃક્ષ સંવર્ધન, જતન અને જાગૃતિ માટે પર્યાવરણ યજ્ઞની જ્યોત સદૈવ ચેતનવંત રાખવા માટે તેમજ પર્યાવરણને બચાવવાના ભગીરથ કાર્યોને ધ્યાનમાં રાખી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તથા અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા તિરુપતિ ઋષિવન, દેરોલ ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ મહાસંમેલન કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ વતી મહંત સદ્ગુરુ શાસ્ત્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ સ્વીકાર કર્યો હતો.
સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની પુષ્પમાળા તથા શાલથી મહંત સ્વામીએ મહામહીમ રાજ્યપાલને સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચો
આ પ્રસંગે મહામહીમ રાજ્યપાલએ પોતાના પ્રવચનમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની પર્યાવરણ ક્ષેત્રની કામગીરીને પણ બિરદાવી હતી.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું એ પણ સૂત્ર રહ્યું છે કે, રક્ષીશું જળ, જમીન અને જંગલ તો જીવન રહેશે સદા મંગલ. દેશ વિદેશમાં પણ સંસ્થાન દ્વારા પર્યાવરણ રક્ષણના કાર્યક્રમો યોજાતા રહે છે.
આ પ્રસંગે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી, ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી, ઋષિકેશ પટેલ, મંત્રી ડૉ. જીતુ પટેલ, ગ્રીન એમ્બેસેડર વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
