'કોયલ કંઠી' ગાયિકા કાજલ મહેરિયા વિશે જાણો: ગોઢવા ગામની દીકરી કેવી રીતે બની લાખો દિલોની ધડકન? વાંચો સંઘર્ષથી સફળતાની કહાની

ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા કાજલ મહેરિયા વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 20 Apr 2026 10:32 AM (IST)Updated: Mon, 20 Apr 2026 10:32 AM (IST)
know-about-the-career-of-gujarati-singer-kajal-maheriya

Kajal Maheriya: મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઢવા ગામના વતની કાજલ મહેરિયા આજે ગુજરાતનું એક જાણીતું નામ છે. તેમનો જન્મ 21 નવેમ્બર, 1992 (અંદાજિત) ના રોજ અત્યંત મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા કાજલને બાળપણથી જ સંગીત પ્રત્યે ભારે રુચિ હતી, જેના કારણે તેમણે ખૂબ જ નાની ઉંમરે સ્ટેજ પ્રોગ્રામ્સ અને ડાયરાઓમાં ગાવાનું શરૂ કર્યું હતું.

naidunia_image

પોતાની મીઠી અને સુરીલી વાણીને કારણે તેઓ ચાહકોમાં 'કોયલ કંઠી' ગાયિકા તરીકે લોકપ્રિય બન્યા છે. ખાસ કરીને યુવા પેઢીમાં તેમના 'બેવફા' અને દર્દભર્યા ગીતોનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. તેમના હિટ ગીતો જેવા કે 'મળવા આવજે રે' અને 'બેવફા તે મને કરી દીધો એકલો' એ યુટ્યુબ પર કરોડો વ્યૂઝ મેળવીને તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા.

naidunia_image

કાજલ મહેરિયા પ્રેમલગ્ન વિવાદ

ગાયકી ક્ષેત્રે સફળતાના શિખરો સર કરનાર કાજલ મહેરિયા હાલમાં તેમના અંગત જીવનને કારણે વિવાદોમાં સપડાયા છે. તેમણે ગાંધીનગરના શેરથા ગામના રહેવાસી અલ્પેશ ઠાકોર સાથે પરિવાર અને સમાજની જાણ બહાર પ્રેમલગ્ન કરી લીધા છે. આ લગ્નની વિગતો ત્યારે બહાર આવી જ્યારે તેમના ભાઈએ સોશિયલ મીડિયા પર મદદ માંગતી એક ભાવુક પોસ્ટ મૂકી અને આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો.

naidunia_image

આ મામલો ત્યારે વધુ વકર્યો જ્યારે સમાજના લોકો કાજલની સાસરીમાં પહોંચ્યા અને સ્થિતિ કાબૂમાં લેવા પોલીસ બોલાવવી પડી. હાલમાં કાજલે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પોતે પુખ્ત વયના હોવાનું અને પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનું જણાવી ટૂંક સમયમાં મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની ખાતરી આપી છે.

naidunia_image