Kajal Maheriya Family: ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પરિવાર વિશે જાણો

કાજલ મહેરિયા મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઢવા ગામના વતની છે. તેમનો પરિવાર અત્યંત સામાન્ય અને મધ્યમવર્ગીય પૃષ્ઠભૂમિ ધરાવે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 20 Apr 2026 11:05 AM (IST)Updated: Mon, 20 Apr 2026 11:14 AM (IST)
kajal-maheriya-family-know-about-gujarati-singers-parents-and-background

Kajal Maheriya Family Tree: ગુજરાતના લોક સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કાજલ મહેરિયા હાલમાં પોતાની અંગત જિંદગીને લઈને સમાચારોમાં છે. મહેસાણાના એક નાના એવા ગામડામાંથી આવીને લાખો દિલો પર રાજ કરનાર કાજલના પરિવાર વિશે જાણવામાં હવે તેના ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સંઘર્ષના દિવસોમાં જે પરિવારે કાજલનો સાથ આપ્યો હતો, આજે તે જ પરિવાર કાજલ મહેરિયા પ્રેમલગ્નના નિર્ણયથી આઘાતમાં છે.

naidunia_image

કાજલ મહેરિયાના પરિવાર વિશે જાણો

કાજલ મહેરિયા મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઢવા ગામના વતની છે. તેમનો પરિવાર અત્યંત સામાન્ય અને મધ્યમવર્ગીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમના પિતા વ્યવસાયે ખેડૂત છે અને ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમજ તેમની માતા હાઉસ વાઇફની ભૂમિકા નિભાવે છે. તેમજ તેમના એક ભાઇ છે અને તેમની એક બહેન પણ છે.

કાજલે અનેકવાર જાહેર મંચ પરથી સ્વીકાર્યું છે કે, તે જે આજે સફળતાના શિખરે છે તેમાં તેના પિતાનો ફાળો સૌથી મોટો છે. તે સમયે જ્યારે દીકરીઓને ગાવા માટે બહાર મોકલવી સામાજિક રીતે પડકારજનક હતું, ત્યારે તેના પિતાએ ગામડાની રૂઢિચુસ્ત પરંપરાઓનો સામનો કરીને કાજલને સંગીત શીખવવા અને પ્રોગ્રામ્સમાં લઈ જવા માટે રાત-દિવસ એક કર્યા હતા. કાજલના કરિયરના શરૂઆતના દિવસોમાં પિતાએ આર્થિક તંગી વચ્ચે પણ દીકરીના સપનાઓને પ્રાધાન્ય આપ્યું હતું.

naidunia_image

કાજલ મહેરિયા પ્રેમલગ્ન વિવાદ

કાજલના પરિવારમાં તેના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તાજેતરમાં કાજલના પ્રેમલગ્નનો જે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો, તેની પાછળ સંદિપભાઈની એક સોશિયલ મીડિયા પોસ્ટ જવાબદાર હતી. કાજલે ગાંધીનગરના શેરથા ગામના અલ્પેશ ઠાકોર સાથે પરિવારની મંજૂરી વગર લગ્ન કરી લેતા સંદિપભાઈએ ફેસબુક પર એક ભાવુક અપીલ કરી હતી. તેમણે આ નિર્ણયને પરિવાર અને સમાજ સાથેનો વિશ્વાસઘાત ગણાવીને મહેરિયા (ઠાકોર) સમાજના અગ્રણીઓને એકઠા થઈને ન્યાય અપાવવા વિનંતી કરી હતી. પરિવારે આ લગ્નને સામાજિક મર્યાદાઓનો ભંગ ગણાવ્યો છે.

કૌટુંબિક સ્થિતિ અને સામાજિક મૂલ્યો

કાજલ મહેરિયાનો પરિવાર મહેરિયા સમાજ સાથે મજબૂતીથી જોડાયેલો છે. આ સમાજમાં સામાજિક રિવાજો અને વડીલોની મંજૂરીનું વિશેષ મહત્વ હોય છે. કાજલના ભાઈ અને પિતાનું માનવું છે કે કાજલે તેની સફળતામાં જે સમાજ અને પરિવારનો ફાળો છે, તેની પરવા કર્યા વગર એકાએક આ પગલું ભરીને પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. રવિવારે જ્યારે પરિવારના સભ્યો અને સમાજના 70 જેટલા લોકો કાજલની સાસરીમાં પહોંચ્યા, ત્યારે આ જ સામાજિક આક્રોશ જોવા મળ્યો હતો.