Ahmedabad: ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારી ચાંદખેડા સ્થિત CBD મોલ નજીકથી પોતાના પતિની નજર સામે જ કારમાં બેસીને ભાગી ગઈ હોવાની ઘટનાએ ચકચાર મચાવી મૂકી છે. આ મામલે કિંજલ રબારીના પતિએ પત્નીના અપહરણનો દાવો કર્યાં બાદ લોકગાયિકાએ સામે ચાલીને વીડિયો જારી કરીને પોતે સ્વેચ્છાએ ગઈ હોવાનું જણાવ્યું હતુ.
એવામાં હવે માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી દેસાઈએ કિંજલ રબારીના કિસ્સામાં સમાજના યુવાનો અને આગેવાનોને દૂર રહેવાની વિનંતી કરી છે.
જે છોકરી તેના મા-બાપની ના થઈ, તે જેની જોડે ગઈ છે તેની પણ નહીં થાય
આ પણ વાંચો
નાગજી દેસાઈએ માલધારી સમાજના યુવાનો અને સામાજિક આગેવાનોને વિનંતી કરતાં જણાવ્યું કે, કિંજલ રબારીને માલધારી સમાજ સાથે કોઈ લેવાદેવા નથી. તે માત્ર માલધારી સમાજને જ નહીં, પરંતુ અન્ય સમાજને પણ ગેરમાર્ગે દોરી રહી છે.
જે છોકરી (કિંજલ રબારી) 9 મહિના જેના પેટમાં રહી તેની માતાની ના થઈ, જે પિતાએ મજૂરી કરીને તેને મોટી કરી તેમની ના થઈ, તેની પાસે માલધારી સમાજે શું અપેક્ષા રાખવાની હોય?
જે છોકરી પોતાના પતિને પિક્ચર જોવા જવા માટેનું કહીને લઈ જાય, ત્યારે અજાણી વ્યક્તિ તેના પતિને પકડી રાખે અને તે બીજાની ગાડીમાં બેસી જતી હોય, તો આવી દીકરી સાથે સબંધ રાખવાનો કોઈ મતલબ નથી. આ છોકરીને માલધારી સમાજની ના ગણી શકાય. આ છોકરી કોઈની નહીં થાય, જેની જોડે ગઈ છે તેની પણ નહી થાય તેવું મારું ચોક્કસ માનવું છે. આથી યુવાનો લાગણીમાં વહીને કાયદો હાથમાં ના લે.
અપહરણ નથી થયું, હું સ્વેચ્છાએ મારા મૂળ પતિ પાસે ગઈ છુંઃ કિંજલ રબારી
મુકેશ દેસાઈ દ્વારા પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ ચાંદખેડા પોલીસે CCTV ફૂટેજ તપાસતા કિંજલ રબારીએ જાતે જ કારનો દરવાજો ખોલીને અંદર બેસીની જતી જોવા મળી હતી. જે બાદ ખુદ કિંજલ રબારીએ વીડિયો થકી ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હું અશોક ચૌધરીની પત્ની છું. અમે બન્નેએ અમારા પરિવારને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માનતા નહતા.
મારા પિયર પક્ષના લોકોએ રાધનપુર કોર્ટમાં લઈ જઈને બળજબરીથી મારી પાસે છૂટાછેડાના કાગળોમાં સહીઓ કરાવી દીધી હતી. જે બાદ મને પરપુરુષને સોંપી દેવામાં આવી હતી. જો કે મારા જીવને જોખમ હોવાથી મેં મારા મૂળ પતિનો સંપર્ક સાધ્યો હતો અને સ્વેચ્છાએ તેમની પાસે પરત ફરી છું. આથી કોઈ ખોટી ફરિયાદ ના કરે.
