Kinjal Rabari Follows Ashok Chaudhari Instagram: ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ રબારી પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું યુઝરનેમ બદલીને 'thekinjalashok' કર્યા બાદ કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વધુ એક મોટો અને ચોંકાવનારો બદલાવ કર્યો છે. કિંજલે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પતિ અશોક ચૌધરી (theashokchaudhari) ને ફોલો કરવાનું શરૂ કર્યું છે, જ્યારે પિયર પક્ષના તમામ પરિવારજનો અને સભ્યોને અનફોલો કરી નાખ્યા છે.
ફોલોઇંગ લિસ્ટમાં મોટો ફેરફાર, પિયર પક્ષ સાથે અંતર!
સામે આવેલા ઇન્સ્ટાગ્રામ સ્ક્રીનશોટ અને લિસ્ટ અનુસાર, કિંજલ રબારીના સત્તાવાર એકાઉન્ટ પર હવે માત્ર 18 લોકોને જ ફોલો કરવામાં આવી રહ્યા છે. આ ફોલોઇંગ લિસ્ટમાં સૌથી ઉપર તેમના પતિ અશોક ચૌધરીનું નામ જોવા મળે છે. આ ઉપરાંત અંકિતા પરમાર, ગીતાબેન રબારી, શીતલ ઠાકોર અને હાર્દિક જેવા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સહ-કલાકારો તથા મિત્રો સામેલ છે. જોકે, અગાઉ તેમના બાયોમાં જેમના નામ અને કોન્ટેક્ટ નંબર હતા તેવા ભાઈ કિરણ રબારી સહિત પિયર પક્ષના તમામ સભ્યોના એકાઉન્ટ્સને કિંજલે પોતાની લિસ્ટમાંથી હટાવી (અનફોલો કરી) દીધા છે.
કિંજલ રબારીનો તાજેતરનો લગ્ન વિવાદ
ઉલ્લેખનીય છે કે, કિંજલ રબારીના પ્રેમ લગ્ન અને મૈત્રી કરારનો મામલો છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિવાદમાં રહ્યો છે. અગાઉ કિંજલના અપહરણની અફવાઓ અને સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ તેમના મૈત્રી કરાર કરનાર મુકેશ દેસાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, આ વિવાદ બાદ કિંજલ રબારીએ ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર થઈને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પુખ્ત વયના છે અને પોતાની મરજીથી સ્વેચ્છાએ પોતાના પતિ અશોક ચૌધરી સાથે ગયા છે. હાઈકોર્ટે બંનેને પોલીસ રક્ષણ આપવા આદેશ આપ્યો હતો.
સોશિયલ મીડિયા પ્રોફાઈલમાંથી પિયર પક્ષના સભ્યોને અનફોલો કરવાના અને પતિ અશોક ચૌધરીનું નામ ઉમેરવાના આ નિર્ણયથી ચાહકોમાં એવી અટકળો ચાલી રહી છે કે કિંજલ રબારી હવે પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંપૂર્ણપણે નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે.
