Kinjal Rabhari: કિંજલ રબારીને લગતો વિવાદ તાજેતરમાં વધુને વધુ વેગ પકડ્યો હતો. કિંજલ રબારી જ્યારે ગામમાં પરત ફરી ત્યારે તેણે સોશિયલ મીડિયા પર જે વીડિયો અપલોડ કરેલા તે હટાવી દીધા હતા.
તેણે ઘરે પરત ફર્યાં બાદ અશોક ચૌધરી સાથે સંકળાયેલ તેના તમામ ફોટા, વીડિયો અને કન્ટેન્ટને સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા હતા. તેણે લગ્ન ફોક કર્યાંની ચર્ચા સાથે સમાજની વાતનો સ્વીકાર કરી આ પગલું ભર્યું હતું.
આ અગાઉ રબારી સમાજ તથા ચૌધરી સમાજના અગ્રણીઓ બનાસકાંઠામાં બેઠક મળી હતી અન સામાજીક રીતે સૌહાર્દની સ્થિતિ સાથે દીકરા-દીકીઓ ઘરે પરત ફરે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવેલા. છેવટે કિંજલ રબારી ઘરે પરત ફરેલી.
આ અગાઉ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં તેના લગ્ન વિશે કહેલું ક તે પોતાની સાથે સંકળાયેલ વિવાદ અંગે કંઈક કહેવા માગે છે. હું માર્ગ ભૂલી જઈને જે પગલું ભર્યું હતું તે અયોગ્ય-ખોટું હતું. હું ખુશી સાથે મારા પરિવારો સંપર્ક કરીને પરિવાર પાસે આવી ગઈ છું.તથા હંમેશને માટે પરિવાર સાથે જ રહેવા માંગુ છું.
