Kinjal Rabari: જાણીતી ગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari)એ પોતાના લગ્નને લઈ ચાલી રહેલા વિવાદમાં આજે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે મે મારો માર્ગ ભૂલી ગઈ હતું અને ખોટા માર્ગે પગલું ભર્યું હતું.હું મારી ખુશીથી મારા ઘર-પરિવારનો સંપર્ક કર્યો છે અને હું તેમની પાસે આવી ગઈ છું.
કિંજલે વ્યાપક વાદ વિવાદ વચ્ચે કહ્યું કે મારા નામથી જે વિવાદ થઈ રહયો છે તેને લઈ કહેવા માગુ છું કે હું મારો માર્ગ ભૂલ જઈને જે પગલું ભરેલુ તે અયોગ્ય હતું. અને હું રાજી ખુશીથી મારા પરિવારનો સંપર્ક કરીને પરત આવી ગયેલ છું. હું હંમેશા મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માગુ છું અને મારા માલધારી સમાજના આગેવાનો, વડીલો તથા ભાઈઓ તેમ જ મારા ફેન્સને વિંનંતી કરું છું કે મારા અંગે અયોગ્ય વાત કે અફવા ફેલાવશો નહીં અને કોઈએ પણ આ પ્રકારની વાતોમાં આવવુ નહીં.
વ્યાપક ચર્ચામાં રહેલી કિંજલે'પ્રેમ લગ્ન' ફોક ગણાવ્યા અને તે અગાઉ વીડિયો પોસ્ટ કર્યા હતા તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી, કિંજલ રબારી જણાવેલુ કે મારા નામથી જે પણ અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચાલી રહ્યા છે તે સૌને મારા આગળના વીડિયોને ડિલીટ કરવા અને અન્ય કોઈ ખોટા Aથી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી કરું છું.
આ દરમિયાન કિંજલ રબારીએ ગુજરાત તથા વિદેશમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. તે ઈન્સ્ટાગ્રામ પર 4.75 લાખથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં કેટલીક અગ્રણી હસ્તીઓને લઈ ભારે વિવાદ જોવા મળેલો છે. તેમાં કિંજલ દવે અને ધ્રુવિલ શાહની સગાઈનો વિવાદ સર્જાયો હતો. તેણે આ સગાઈ તોડવાનો ઈન્કાર કરીને બ્રાહ્મણ સમાજની સામે પડી હતી અને સમાજે પણ તેના નિર્ણયને અયોગ્ય ઠરાવી કઠોર નિર્ણય લીધો હતો.
