Kinjal Dave Dhruveen Shah Goldhana Reception: કિંજલ દવેએ પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો શેર કરીને કરી હતી. જેના કેપ્શનમાં તેણે "God's Plan" લખ્યું હતું. આ સમાચાર બહાર આવતા જ લાખો ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અગાઉ પવન જોષી સાથેની સગાઈ તૂટ્યાના આશરે બે વર્ષ બાદ કિંજલે ધ્રુવિન શાહના રૂપમાં પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે.

આ સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા
અમદાવાદની YMCA ક્લબમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભવ્ય ડેકોરેશન અને શાહી ઠાઠ જોવા મળ્યો હતો.જેમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા, મોના થીબા, ભક્તિ કુબાવત, રોનક કામદાર, આરોહી-તત્સત મુન્શી, લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટ, કોમેડિયન નિતીન જાની, તરુણ જાની, કુશલ મિસ્ત્રી, ગીતા રબારી, કાજલ મહેરીયા, ગાયક પ્રફુલ દવે, વિક્રમ ઠાકોર, જીગ્નેશ કવિરાજ સહિતના અનેક કલાકારોએ હાજરી આપી હતી.


કિંજલે ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી
કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક સફળ બિઝનેસમેન હોવાની સાથે અભિનેતા પણ છે. તેઓ ગુજરાતી કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન JoJo App ના ફાઉન્ડર છે. વર્ષ 2017માં તેમણે રશ્મિ દેસાઈ સાથે ફિલ્મ 'સુપરસ્ટાર' થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને લાંબા સમયથી કિંજલ સાથે રિલેશનશિપમાં હતા.


કિંજલ-ધ્રુવિનનું રિસેપ્શન યોજાયું
ધ્રુવિન શાહએ કિંજલ દવેને ટેગ કરીને અદભુત ગોળધાણા સેરેમનીના ફોટોઝ શેર કર્યા છે, જેમાં કિંજલ દવે લાલ કલરની ગોલ્ડન બોર્ડર વાળી સાબ્યસાચીની સાડી પહેરી છે અને અને લોન્ગ સ્લીવ બ્લાઉઝ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે, તેણે ઇમિટેશન જવેલરીમાં હેવી ચોકર નેકલેસ પસંદ કર્યો છે જેને હેવી લોન્ગ ઝુમખા અને ગોલ્ડન બેન્ગલ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે, તેણે આ લુક માટે ખાસ ઓપન હેર રાખ્યા છે.

કપલ એકદમ ક્યુટ લાગતું હતું
જયારે ધ્રુવિન શાહ ઓલિવ ગ્રીન કલરનો યોગ વર્ક વાળો ઝબ્બો અને વાઈટ લહેંગા સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ સિમ્પલ યત એલિગેંટ લુકમાં ધ્રુવિન ખૂબ જ સોહામણો લાગી રહ્યો હતો. આ બંને કપલ ઘણા સમયથી રિલેશનમાં હતા અને હવે સગાઈ કરીને તેમણે તેમના સંબંધ વિશે સત્તાવાર જાહેરાત કરીને તેની ભવ્યતિ ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજકીય મહાનુભાવો, ફિલ્મ અને સંગીત જગતના સિતારાઓ, સમાજના અગ્રણીઓએ હાજરી આપીને આશીર્વાદ પાઠવ્યા હતા.

