Kinjal Dave Controversy: 'આ પૈસાનું અભિમાન-બહિષ્કારનો નિર્ણય યોગ્ય જ છે',કિંજલ દવેને સમાજના અગ્રણીનો જવાબ

જ્યારે જાણીતી અને પ્રસિદ્ધ વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લંઘન કરે છે ત્યારે તે સમગ્ર સમાજ માટે એક ખોટો સંદેશ જાય છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 16 Dec 2025 07:32 AM (IST)Updated: Tue, 16 Dec 2025 07:32 AM (IST)
after-gujarati-singer-kinjal-daves-reaction-community-leader-made-a-big-statement-the-decision-to-boycott-is-right

Kinjal Dave Engagement Controversy: સામાજીક બહિષ્કાર બાદ જાણીતી ગાયિકા કિંજલ દવે(Kinjal Dave)એ જે પ્રતિક્રિયા આપવામાં આવી તેને લઈ હવે બ્રહ્મ સમાજ તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે કહ્યું છે કે સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો જે બહિષ્કાર કરવાનો જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે યોગ્ય છે. આ સાથે તેમણ એવો પણ દાવો કર્યો છે કે કિંજલ દવેને પૈસાનું અભિમાન છે. બીજુ કાજલ હિંદુસ્તાનીએ કિંજલ દવેના સમર્થનમાં નિવેદન આપ્યું છે.

આ સંજોગોમાં સમાજ દ્વારા જે નિર્ણય કરાયો છે તે બિલકુલ યોગ્ય છે. હેમાંગ રાવલે કહ્યું કે સમાજે કિંજલ દવે તથા તેના પરિવારન નિર્ણયને લઈ જ બહિષ્કાર કર્યો છે. જ્યારે જાણીતી અને પ્રસિદ્ધ વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લંઘન કરે છે ત્યારે તે સમગ્ર સમાજ માટે એક ખોટો સંદેશ જાય છે, જે અંગે વિરોધ કરવો યોગ્ય જણાય છે અને સમાજનો નિર્ણય બિલકુલ યોગ્ય છે.

કાજલ હિન્દુસ્તાની કિંજલ દવેના સમર્થનમાં ઉતર્યાં
આ દરમિયાન રાષ્ટ્રીય હિન્દુવાદી નેતા કાજલ હિંદુસ્તાની કિંજલ દવેના સમર્થનમાં ઉતર્યાં છે. તેણે બ્રહ્મ સમાજના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું છે કે દેશમાં જાતિવાદ દૂર કરવા મહેનત કરી છીએ ત્યારે કેટલાક લોકો સમાજના ઠેકેદાર બની બેઠા છે.જો યુવક હિંદુ છે તો સમાજને શું વાંધો છે. જો યુવક હિન્દુ છે તો જાતિવાદ શા માટે….

અત્રે ઉલ્લેખનીય છે કે કિંજલ દવેની સગાઈ તાજેતરના સમયમાં ખૂબ ચર્ચામાં છે. કિંજલ દવેના પરિવારનો પાંચ પરગડા બ્રહ્મ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવતાં મોટો ફરી એક વખત આ વિવાદ ઊભો થયો છે.

પાંચ પરગડા સમાજે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો તે ઘટના બાદ કિંજલ દવેએ એક વીડિયો સંદેશ મારફતે પ્રતિક્રિયા આપી હતી, આ બાબતને ધ્યાનમાં રાખીને બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલ તરફથી આ પ્રતિક્રિયા આવી છે.

કિંજલ દવેએ શું પ્રતિક્રિયા આપી હતી

હું બહુ નસિબદાર છું કે મને એવો પરિવાર અને પિતા મળ્યા છે કે જે દિકરીની ખુશીમાં ખુશ થાય છે. મારા નિર્ણયને મે હરખ સાથે વધાવી લીધો છે. હું એવા પરિવારમાં જઈ રહી છું જે પરિવાર ભક્તિમય છે. પરિવારના લોકો અને મારો પાર્ટનર પણ પ્રેમ કરે છે. હું જેવી છું તેવી મને આદરથી સ્વિકારી છે. બહ્મ સમાજના જે શિક્ષિત અને સમજુ લોકો છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર અસમાજિક તત્વો છે જે દિકરીઓની પાખોને કાપવાની વાત કરે છે મહેરબાની કરી તેઓને સમાજમાંથી દૂર કરો.

નહીંતર સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દિકરીઓનું સારું જ કરવા માગતા હો તો દિકરીઓના શિક્ષણ માટે વાત કરો,નાની દિકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો,દિકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. 18મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજુ કેટલા બાળ લગ્નો થાય છે આપણને બધાને ખ્યાલ છે. સાડા પ્રથા ચાલે છે તેની પીડિત હું પણ છું, તમને બધાને ખ્યાલ છે.દિકરીઓના પૈસા લેવામાં આવે છે. દિકરીઓને તમે ઘૂંઘટમાં રાખો છો. પછી તમે એવું કહો છો કે અમે દિકરીઓનું સારું કરવા માગીએ છીએ. એકબાજું દીકરીઓ આર્મીમાં છે અને એક બાજુ દિકરીઓ ઘૂંઘટમાં છે એના પરથી ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ થયો છે.